DV Patel Part 14

About super star Rajesh khanna: “સુપરસ્ટાર”ની આભા આવી એકલતા સર્જી શકે છે!

About super star Rajesh khanna: સુપરસ્ટાર રાજેશ ખન્ના તેમના લાખો ફૅન્સને અલિવદા કરી ગયા. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લાં ૨૫ વર્ષ દરમિયાન તેમની કોઈ નવી ફિલ્મ આવી નથી તેમ છતાં વર્ષો પહેલા તેમણે છોડેલી અમીટછાપ લોકોના હ્રદયમાંથી ભૂસાઈ નથી. બીજું આશ્ચર્ય એ છે કે, નવી પેઢીએ ભાગ્યે જ તેમની કોઈ ફિલ્મ જઈ હશે, છતાં તેમની અંતિમયાત્રાને નિહાળવા વિલે પાર્લેની સ્કૂલનાં ટીનએજ બાળકો સ્કૂલની ગેલેરીમાં ઊભા ઊભાં એક સુપરસ્ટારની યાત્રાને નિહાળી રહ્યાં હતાં. વરસતા વરસાદની પરવા કર્યા વિના લોકોએ ટ્રાફિક જામ કરી દીધો. વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલા ‘આનંદ’એ આખા દેશને રડાવી દીધો

મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે, રાજેશ ખન્ના પાસે આજના કલાકારો જેવું કસરતી શરીરસૌષ્ઠવ નહોતું. રાજ કપૂર કે શમ્મી કપૂર જેવી નીલી-ભૂરી આંખો નહોની. દેવ આનંદ જેવો સોહામણો ચહેરો નહોતો. કલાકારોને હોવું જોઈએ એ કરતાં વધુ વજન હતું. ચહેરા પર સહજ ઉબડખાબડ ત્વચા હતી. દિલીપકુમાર કલાની તેમની અભિનયક્ષમતા નહોતી. સેલમાન ખાન જેથી કોઈ ફાઇટ કચ્છ ના છતાં તેઓ દેશના સુપરસ્ટાર કેમ કહેવાયા ? આ પ્રશ્ન તેમના વ્યક્તિના સાયકોએનાલિસિસનો મુદ્દો છે. બી ક્લાકારોની સરખામણીમાં તેની અ વિદાઓ છતાં પ્રેક્ષકોને રાજેશ ખન્ના પસંદ પડી ગયો તેનું એક કાલએ વે હું એ વખતના ભારતીય સમાજના માળખામાં હિંદુ બેસે તેવું તેમનું અલિ હતું. એક પ્ર તરીકે, પતિ તરીકે, કોઈ માના પુત્ર તરીકે, કોઈ બહેનના ભાઇ તરીકે, અસાધ્ય રોગ પીડાતા સરળ વ્યક્તિ તરીકે તેમનું જે વ્યક્તિત્વ બંધબેસતું હતું. તેમની સફળતાનું બીજું રહસ્ય ડાયરેક્ટર ઋષિકેશ મુર્છાએ પસંદ કરેલા વિષયો અને તેમનું દિગ્દર્શન હતું તેમની સફળતાનું ત્રીજું રહસ્ય ગુલશન નંદાની એ જમાનાની લોકપ્રિય નવલકથાઓ પર બનેલી ફિલ્મો હતી. તેમની સફળતાનું ચોથું રહસ્ય તેમના માટે દિલથી ગીતો ગાયા કિશોરકુમારનો દર્દભર્યો સ્વર હતો. તેમની સફળતાનું પાંચમું રહસ્ય એસ.ડી. બર્મનનું સંગીત પણ હતું.

રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મોમાં પર્દાપણ તે પહેલાં અને તેમના સભ્યમાં તેમનાથી અભિનયની બાબતમાં ઘણી ઊંચાઈ ધરાવતા કલાકારો હતા. દરેકને કોઈને કોઈ બિરુદ મળ્યું હતું. દા.ત. રાજ કપૂર ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા હતા. દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળખાતા હતા. રાજેન્દ્રકુમાર જબિલી કુમાર તરીકે ઓળખાતા હતા. દેવ આનંદ સદાબહાર કલાકાર તરીકે ઓળખાતા હતા. જીતેન્દ્ર પિંગ જેક તરીકે ઓળખાતા હતા. અમિતાભ બચ્ચન પણ મહાનાયક તરીકે જ ઓળખાયા, પરંતુ ‘સુપર સ્ટાર્સ’નું બિરુદ એકમાત્ર રાજેશ ખન્નાને જ પ્રાપ્ત થયું હતું. “રાજેશ ખન્ના પી સુપરસ્ટાર’’ એક કોમેનન છે, એ જમાનામાં ફિલ્મી ગૌસીપ શરૂ કરનાર બહુચર્ચત લેખિકા દેવયાની ચૌબલે રાજેશ ખન્નાને માટે પહેલી જ વાર ‘સુપરસ્ટાર’ શબ્દપ્રયોગ કર્યો હતો. દેવયાની ચૌબલે એ જમાનામાં લખ્યું હતું કે, ‘‘દેશમાં માત્ર એક જ સ્ટાર છે અને તે છે રાજેશ ખન્ના.” રાજેશ ખન્નાને ‘કાકા’નું હુલામણું નામ તો તેમની સાથે કામ કરતાં સહયોગીઓ અને લોકોએ આપ્યું હતું.

Remembering Rajesh Khanna: The actor for whom the word 'superstar' was  coined

રાજેશ ખન્નાની બાબતમાં ગણી કિંવદંતીઓ ચાલતી હતી. કહે છે કે, એ જમાનામાં યુવતીઓ પોતાના લોહીથી રાજેશ ખન્નાને પત્ર લખતી હતી. તેઓ તેમની સફેદ કારમાં સ્ટુડિયો પર જવા નીકળતા અને ટ્રાફિક સિગ્નલ પર તેમની કાર ઊભી રહેતી ત્યારે છોકરીઓ તેમની કારના ગ્લાસ પર કિસ કરી ગ્લાસને લાલ લાલ કરી દેતી હતી. કેટલીક છોકરીઓ રાજેશ ખન્નાની તસવીર સાથે લગ્ન કરી લેતી હતી. કેટલીક યુવતીઓ રાજેશ ખન્નાની તસવીર ઓશીકા નીચે રાખીને સુઈ જતી હતી. દેશની હારી યુવતીઓ તેની સાથે લગ્ન કરવા આતુર હતી ત્યારે અચાનક જ રાજા ખન્નાએ તેમના કરતાં અડધી ઉંમરની અને માત્ર ૧૬ વર્ષની વર્ષની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવા અડધી રાતે એક લાખ રૂપિયાની હીરાની વીંટી સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. એ અગાઉ એ મીજું, ટીના મુનીમ અને મુમતાઝ સાથે તેઓ પ્રયોગ ખેલી ચુક્યા હતા

– આ બધી ઘટનાઓના કારણે એક સાથે એક્ટર ‘સુપરસ્ટાર’નો આભામંડળમાં આવી ગળી હતો. તેમની માર્કેટ વેલ્યુ એટલી બધી વધી ગઈ હતી કે, તેઓ શુટિંગ માટે જે કોઈ સ્થળે ગયા હોધ અને જે હોટેલમાં ઊતર્યા હોય ત્યાં તેમના રૂમની આજુબાજુ ફિલ્મની નિતિાઓ પણ રૂમ બુક કરાવી દેતા અને રાજેશ ખન્ના તેમની રૂમની બહાર આવે એટલે કોરો ચેક ધરી દેતા. બસ, તેમને રાજેશ ખન્ના તેમની નવી ફિલ્મમાં કામ કરવાની ના પાડે તેનો ઇન્તજાર રહેતો.

રાજેશ ખન્નાની આ લોકપ્રિયતાના કારણે આસપાસ ખુશામતખોરાનું પણ એક વર્તુળ ઊભું થઈ ગયું હતું. લાખો ફૅન્સ, ખુશામતખોરો અને તેમને પરણવા બેકાબુ યુવતીઓના કારણે રાજેશ ખન્ના પણ મનોમન બીજ લોકોથી, બીજ કલાકારોથી અને પોતાની પત્નીથી પણ પીતાની જાતને કોઈ અદ્વિતીય વ્યક્તિ સમજવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે, તેઓ ‘સુપરસ્ટાર’ની આભામંડળમાં જીવવા લાગ્યા. આકારી પણબન્યા. સેટપર પોતાની મરજીથી જવા લાગ્યા આરાધના’, ‘આનંદ’. ‘અમપ્રેમ’ જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય આપનાર રાજેશ ખન્ના ને પછીની ફિલ્મોમાં એક્ટર છા અને ‘સુપરસ્ટાર’ વધુ રહ્યા. ફિલ્મોમાં જે સંવાદો બોલતા હતા તે સંવાદો તેમની અંગત જિંદગીમાં પણ બોલવા લાગ્યા. તેઓ વારંવાર લોકોને ‘આનંદ’ફિલ્મનો પ્રપલોગ કહેતા : “જિંદગી લંબી નહી બડીહોની ચાહિયે “

સ્ક્રીન પરના સુપરસ્ટારે હવે પોતાના અંગત જીવનને પણ પોતાની શરતો પર જવવામાં પલટી નાખ્યું. જિંદગીને આલીશાન બનાવવા તેમણે તમામ આશ્ચર્ષોથી ભરપૂર ‘નામીવિંદ’ બંગલો બનાવ્યા. ઉત્કૃષ્ટ કારાબ, વૈભવી નગ, રેશમી પોશાક અને લચીલા ભોજનને તેમણે જિંદગીનો એક હિસ્સો બનાવી દીધો. તેમને દેશના દૂર દૂરનો ગામોમાંથી યુવતીઓએ લખેલા હજરી પત્રીએ ‘સુપરસ્ટાર’ને લોકપ્રિયતાના નશામાં વધુ ડુબાડી દીધો. બધા પત્રો તેઓ વાંચી પણ શકતા નહોતા. કેટલીય યુવતીઓ તો પૂર સરનામું ના હોય તો ‘રાજેશખન્ના-બોમ્બે એટલું જસરનામુલખતી. કોઈના કાર્યક્રમમાં જવું હોય તો તેઓ ચાટી લાઇટનો જ આગ્રહ રાખતા પરંતુ હવે સમય બદલાઈ રહ્યો હતો. હજુ પોતે સુપરસ્ટાર છે અને કાયમ સોવાના છે તેવી માન્યતામાંથી બહાર આવવા માગતા જ નહોતા.

એનું પરિણામ એ આવ્યું કે, હવે સામાજિક ઘટનાઓ પર આધારિત રોમેન્ટિક ફિલ્મોનો દોર ખતમ થઇ રહ્યો હતો તે વાત તેઓ ના સમજી શક્યા. બાગ-બગીચામાં રોમાન્સ કરતાં હીરો હીરોઇનવાળી રોમેન્ટિક ફિલ્મોનો સમય ખતમ થઈ રહ્યો હતો. બોલિવું. જુદા જુદા ધુણ અને લોકોની બદલાની જુદી જુદી ચિઓ જેઈ છે. આઝાદી પૂર્વે અને તે પછી બનતી ફિલ્મોમાં આગ, ‘બરસાત’, ‘આ’, ‘શ્રી ૪૨૦’, ‘આવારા’, ‘છલિયા એ બધી ફિલ્મો દેશના માલેતુજારો સામે ફૂટપાથ પર જિંદગી જીવનારા સામાન્ય વ્યક્તિનું દર્દ પેશ કરતી હતી. તે વખતે રશિયાના સામ્યવાદ અને તેનાથી પ્રભાવિત થયેલા જવાહરલાલ નહેરુના સમાજવાદની દેશ પર અસર હતી. તેથી નવા દાર’, ‘લીડર’ અને ‘પૈગામ’ જેવી ફિલ્મો બની. દેશમાં વ્યાજખોર શાહુકારોનુ શોષણ અસ્તિત્વમાં હતું, તે કારણે મધર ઇન્ડિયા’ અને ‘ગંગા જમના’ જેવી ફિલ્મો બની દેશમાં લૂંટારાઓનો ત્રાસ હતો. તેથી જિસ દેસે ગંગા બહતી.’થી માંડીને મુઝે ને દો’ જેવી ફિલ્મો બની. એ દોર પણ ખતમ થઇ ગયો વચ્ચે વચ્ચે ‘મે ચૂપ રહુંગી’થી માંડી ‘ગૃહસ્થી’, ‘મહેરબાન’ જેવી સામાજિક ફિલ્મોનો સમયગાળો પણ રહ્યો. રાજેશ ખન્ના રોમેન્ટિક અને સામાજિક ફિલ્મોના યુગના છેલ્લા ક્લાકાર બની રહ્યા. ‘આનંદ’ ફિલ્મમાં સહક્લાકારની ભૂમિકા ભજવનાર અભિાભ મગન પાસે ચૉકલેટી ચહેરો કે ગૌરવર્ણ ના હોવા છતાં ર મિમાં એન્ગ્રી યંગમેનની ભૂમિકાએ તખતો જે પલટી નાખ્યો. બદલાતી લોકપ્રિયમાં રાજેશ ખન્નાનું વ્યક્તિત્વ ફિટ બેસતું નહોતું. તેઓ સ્ક્રીન પર રોમાન્સ કરતા રહ્યા, પરંતુ નવી પેઢીને હવે ‘મુકદર કા સિકંદર’ (કુલી’માં બદલો લેતા એન્ગ્રી યંગમેન જેવો ગમતો હતો. સુપરસ્ટાર હવે આથમવા લાગ્યો. તેમની ફિલ્મો ઉપરાઉપરી લીપથઈગઈ.

કાકા હતાશ થઈ ગયા. જે નિર્માતાઓ રાજેશ ખન્ના માટે કલાકો સુધી ઇજા કર કરતા હતા તે હવે અમિતાભ બચ્ચનના ઘરે લાઇન લગાવવા માંડ્યા. એ પછી તેમની પત્ની ડિમ્પલ કાપડિયા પણ તેમને છોડીને જતી રહી. રાજેશ ખન્ના માટે હવે એક સહારો હતો શરાબ. આશીર્વાદબંગલામાં તેઓ એકાઠી જીવન જીવવા લાગ્યા, પરંતુ નોંધનીય વાત એ છે કે, તેઓ એકાકી હતા ત્યારે પણ સુપરસ્ટાર’ના આભામંડળમાંથી બાહર આવ્યા નહી. પાછલી ઉંમરમાં તેમણે ‘અવતાર’ ફિલ્મમાં સુંદર અભિનય આપ્યો, પરંતુ કોઈ પત્રકારે તેમને જવારે કહ્યું કે, ‘આપ’બુઝુર્ગં ડી ભૂમિકા મે બહોત અચ્છે લગે તો એ વાત કાકાને ગમી નહોતી કારા તેઓ પોતાના સ્ટારડમમાંથી બહાર આવવા માગતા જ નહોતા. રાજેશ ખન્નાને બહુ જ નજીકથી જીણવાવાળી પત્રકાર દેવયાની ઝૈબલ કહે છે કે, “કાકા સતત એ કોમ્પ્લેક્સથી પીડાતા હતા કે તેમના કરતાં દેખાવમાં વધુ રૂપાળા ધર્મેન્દ્ર તેમની જગા લઈ લેશે તો ? રાજેશ ખન્નાને અમિતાભ બચ્ચન કદી પ્રતિસ્પર્ધી લાગ્યા નહોતા. તેઓ પોતાના ભારે શરીરથી ગભરાતા હતા. કાકા ફક્ત પ્રેમ લેતાહતા, આપતો નહોતા. તેમની પ્રેયસીઓ અને પત્ની સાથે પણ તેઓ એક સુપરસ્ટારની જેમ વર્તતા હતા. એ કારણે જ અંજુ મહેન્દુ તેમનાથી દૂર જતી રહી. એ જ કારણે ટીના મુનીમ અને મુમતાઝ એમનાથી દૂર જતાં રહ્યાં. એજ કારણે ડિમ્પલ કાપડિયા પણ તેમને છોડીને જતી રહી હતી.

આ બધાનું કારણ તેમનું ‘સુપરસ્ટાર તરીકેનું આભામંડળ જતું. ‘સુપરસ્ટાર’નું બિરુદ માનવી માટે કેવી એકલતા સર્જે છે તેનું છેલ્લું ઉદાહરણ કરોડોના પ્રિય સુપરસ્ટાર રાજેશ ખન્ના છે.

આ પણ વાંચોઃ Hanuman jayanti violence: હનુમાન જયંતીના રોજ દિલ્હીમાં 6 પોલીસકર્મી સહિત 7 ઘાયલ, અમિત શાહે આકરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો

Gujarati banner 01