Population day awarness

World Population Day: વડોદરા જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિવર્ધક કાર્યક્રમો યોજાયા

World Population Day: વડોદરા જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ૦૮ તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા: ૦૪ જુલાઈ: World Population Day: વડોદરા જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવતના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ૦૮ તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

વિશ્વ વસ્તી દિવસની (World Population Day) ઉજવણી નિમિત્તે એ.એન.સી. ધાત્રીમાતાઓ કિશોરીઓ, લક્ષિત દંપતી, પુરુષ નસબંધી (ફક્ત પુરુષ માટે), આશાઓ, આંગણવાડી કાર્યકરો , શાળાના શિક્ષકો સાથે એક દિવસીય મિટિંગનું આયોજન કરીને કુટુંબ નિયોજનની જુદી-જુદી પદ્ધતિઓ વિષે પત્રિકા ઓ, બેનર્સ દ્વારા પ્રચાર-પ્રસાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ.એન.સી. માતાઓને કુટુંબ નિયોજન જુદી-જુદી પધ્ધતિઓ વિષે તથા આયર્ન ટેબ્લેટનું વિતરણ અને ફાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Population day vdr

કિશોરીઓને કુટુંબ નિયોજન જુદી-જુદી પધ્ધતિઓ તેમજ માસિક સ્ત્રાવમાં સ્વચ્છતા વિષે સમજ આપવામાં આવી હતી.આશા, આંગણવાડી કાર્યકરોને અંતરા, છાયાં વગેરે કુટુંબ નિયોજનની પધ્ધતિઓ વિષે સમજ આપવા સાથે ગ્રામ્ય વિસ્તારની શેરીઓ, ભાગોળે એક દિવસીય પુરુષ નસબંધી કાર્યક્રમનું (World Population Day) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરૂષોને નસબંધી કરાવ્યા પછી મળતી પ્રોત્સાહન વિષે સમજ આપવામાં આવી હતી.

આ પણ વાંચો…Cycle yatra manali: ગર્વની વાતઃ ગુજરાતની દીકરીએ મનાલી-લેહથી ખારદુંગ્લાની સાઇકલ યાત્રા દ્વારા કોરોનાથી બચવા રસી મૂકવવાનો લોકોને સંદેશ આપ્યો..!

World Population Day: જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં એક દીકરી અને બે દીકરી પર મળતી પ્રોત્સાહન માટે “દીકરી યોજના” વિષે સમજ આપવા સાથે કોવિડ વેક્સિનમાં આવતાં યુવાનોને પણ કુટુંબ નિયોજનની પધ્ધતિ વિષે સમજ આપવામાં આવી હતી.