Kejriwal visit in Surat

AAP declares 6th list candidates: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપે છઠ્ઠી યાદી જાહેર કરી- જુઓ કોણ કોણ આ યાદીમાં સામેલ?

AAP declares 6th list candidates: ગોપાલ ઈટાલિયાએ છઠ્ઠી યાદી જાહેર કરતા કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે

ગાંધીનગર, 20 ઓક્ટોબરઃ AAP declares 6th list candidates: ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડીમંડળને ઉમેદવારીઓની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટી ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે.

ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છઠ્ઠી યાદી જાહેર કરતા કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે.

સૌથી મોટા નામ પર નજર કરીએ તો મહેસાણા બેઠક એટલેકે વર્તમાન MLA નીતિન પટેલની બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ભગત પટેલ પર વિશ્વાસ બતાવ્યો છે. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામે વડગામથી દલપય ભાટિયાનું નામ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ King of Salangpur Project: સાળંગપુર ધામ ખાતે નિર્માણ પામી રહેલા કિંગ ઓફ સાળંગપુરના હનુમાનજી મહારાજાનું વિશાળ મુખારવિંદ પહોંચ્યું

આ પણ વાંચોઃ Cyclone News: વાવાઝોડાના એંધાણ, જો ચક્રવાતી તોફાન સર્જાય તો દિવાળી પર વરસાદ પડવાની શક્યતા

Gujarati banner 01