King of Salangpur Project

King of Salangpur Project: સાળંગપુર ધામ ખાતે નિર્માણ પામી રહેલા કિંગ ઓફ સાળંગપુરના હનુમાનજી મહારાજાનું વિશાળ મુખારવિંદ પહોંચ્યું

King of Salangpur Project: કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત સાળંગુપર મંદિરના પટાંગણમાં 1,35,00 સ્કેવર ફૂટની વિશાળ જગ્યામાં હનુમાનજીની આ 54 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ King of Salangpur Project: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે નિર્માણ પામી રહેલા કિંગ ઓફ સાળંગપુરના હનુમાનજી મહારાજાનું વિશાળ મુખારવિંદ પહોંચ્યું હતું. જે બાદ હનુમાનજી મહારાજના વિશાળ મુખારવિંદનું કુંડળધમ ખાતે ભવ્ય રીતે સ્વાગત કરવામા આવ્યું હતું.

જ્ઞાનજીવનદાસજી સ્વામી, કુંડળ ધામ અને બાપુ સ્વામી ધંધુકા, સમસ્ત વડતાલ ટેમ્પલ બોર્ડ અને ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ દાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી અને શુકદેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા હનુમાન દાદાના વિશાળ મુખારવિંદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પૂજન કરવામાં આવ્યું હતું.

વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં ટૂંક સમયમાં જ ભક્તોને નવું નજરાણુ મળવા જઈ રહ્યું છે. અહીં દર્શન કરવા આવતા ભક્તો હનુમાનજીની 54 ફૂટ ઉંચી પંચધાતુની મૂર્તિના દર્શન કરી શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત સાળંગુપર મંદિરના પટાંગણમાં 1,35,00 સ્કેવર ફૂટની વિશાળ જગ્યામાં હનુમાનજીની આ 54 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. જેનું વજન લગભગ 30 હજાર કિલો છે.

આ પણ વાંચોઃ Cyclone News: વાવાઝોડાના એંધાણ, જો ચક્રવાતી તોફાન સર્જાય તો દિવાળી પર વરસાદ પડવાની શક્યતા

હનુમાનજીની આ વિશાળ મૂર્તિ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. હનુમાનજી દાદાની મૂર્તિમાં મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવશે. આ મૂર્તિની બીજી એક વિશેષતા એ છે કે સાત કિલોમીટર દૂરથી પણ દાદાની મૂર્તિના દર્શન કરી શકાશે.

મહત્વનું છે કે, સાળંગપુરમાં 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલા કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું 70 ટકાથી વધુનું કામ હાલ પૂર્ણ થઈ ગયુ છે. દિવાળી પહેલાં દાદાની મૂર્તિ અલગ અલગ સ્ટેપમાં પ્રસ્થાપિત થઈ જશે. જેનું લોકાર્પણ ચૂંટણી પહેલાં પીએમ મોદી કરે એવી શક્યતા છે.

મંદિરના સાધુ-સંતોના જણાવ્યા મુજબ, કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત હનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવવાની છે. હનુમાન દાદાનું વિશાળ મુખારવિંદ કુંડળધામમાં પહોંચ્યુ છે. એટલે આ વિશાળ મુખારવિંદનું વિધીવત પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી. દાદાને પ્રસાદ ધરાવવામાં આવ્યો અને વિશિષ્ટ હાર પહેરાવીને દાદાનું પૂજન કરવામાં આવ્યું હતું. અહીં આવેલા સાધુ-સંતો અને ભક્તોએ પણ આ પૂજનનો લ્હાવો લીધો હતો. કાળી ચૌદશના દિવસે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rape with 4 month old baby: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો-જાણો શું છે મામલો?

Gujarati banner 01