anil mukim oath

Anil Mukim as Chairman of GERC: GERC ના અધ્યક્ષ તરીકે અનિલ મુકીમને શપથ લેવડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Anil Mukim as Chairman of GERC: ગુજરાત વીજ નિયમન પંચ-GERC ના અધ્યક્ષ તરીકે અનિલ મુકીમને શપથ લેવડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૦૫ જાન્યુઆરીઃ
Anil Mukim as Chairman of GERC: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERC ના અધ્યક્ષ તરીકે નિયુકત થયેલા પૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકીમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજાયેલા આ શપથ વિધિમાં ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ, ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Anil Mukim as Chairman of GERC

વીજ નિયમન પંચના સભ્યો સર્વ મેહુલ ગાંધી અને એસ. આર. પાંડે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને મંત્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી અનિલ મુકીમને GERC ના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો…PM modi visit to punjab: વડાપ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ચૂક કઈ રીતે થઈ? ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj