Award presented to Banaskantha Collector

Award presented to Banaskantha Collector: મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા કલેક્ટરને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત

Award presented to Banaskantha Collector: મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 મે:
Award presented to Banaskantha Collector: અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Gabbar light sound show, Award presented to Banaskantha Collector

અત્રે ઉલ્લેખનીય છે કે (Award presented to Banaskantha Collector) યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

આ પણ વાંચો..The roof of the school collapsed: રાજ્યના આ વિસ્તારમાં સ્કૂલની છત તૂૂટતા 4 બાળક ઘાયલ, 1ને માથામાં 8 ટાંકા

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *