BJPના નેતાઓ પર રાહુલ ગાંધીનો વધુ એક આરોપ, કહ્યું- પાર્ટીના નેતાઓને મનની વાત બોલવાની પણ આઝાદી નથી..!

BJP

નવી દિલ્હી, 17 માર્ચઃ રાહુલ ગાંધી ભાજપ(BJP) કે તેના નેતાઓ વિરુદ્ધ બોલે તેમાં કોઇ નવાઇ નથી. રાહુલ અવારનવાર આરોપ લગાવ્યા કરે છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ ફરી એક વખત BJPને નિશાન બનાવતા પાર્ટીમાં લોકોને બોલવાની પણ આઝાદી નથી તેવો આરોપ લગાવ્યો છે, તેમણે દાવો કર્યો કે BJPમાં ઘણા સાંસદોએ તેમને કહ્યું છે કે તે પોતાની પાર્ટીમાં ખુલ્લા મને વાત પણ કરી શકતા નથી.

રાહુલે કહ્યું કે BJPમાં સાંસદોએ શું બોલવાનું છે તે પણ શિખવાડવામાં આવશે, રાહુલ ગાંધીએ આ વાત બ્રાઉન યુનિવર્સિટીનાં પ્રોફેસર આશુતોષ વાષ્ણેયની સાથે વાતચીત કરી, રાહુલનું કહેવું કહેવું હતું કે આ બાબતથી તેમને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસની અંદર આંતરિક લોકતંત્રની વાતો તો તમામ કરે છે, પરંતું BJP,SP, અને BSP જેવા રાજકીય પક્ષોની આંતરિક લોકતંત્ર પર કેમ કોઇ સવાલ કરતું નથી.

ADVT Dental Titanium

તેમણે કોંગ્રેસની કાડર અંગે કહ્યું કે કાડર BJP કે સંઘમાં હોય છે, તેમનું કહેવું હતું કે, કોંગ્રેસ જે દિવસે કાડર આધારીત પાર્ટી બનશે તે દિવસે તેમાં અને BJPમાં કોઇ ફરક રહેશે નહીં. તેમણે કહ્યું કે તે દેશનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માંગે છે, પરંતું તેમને તેની મંજુરી નહીં મળે, કોઇ પણ યુનિવર્સિટી તેમને બોલાવીને આવી ચર્ચા કરી ન શકે, અને જો આવું થાય તો યુનિવર્સીટીનાં વીસીને તે અંગે સવાલ કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો..

Surat Takshshila case: બિલ્ડરોને પત્નીઓના નામે મિલકત રાખવી પડી શકે છે ભારે…પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરવાની માંગ- વાંચો સંપૂર્ણ અહેવાલ