SURAT TAKSHASHILA EVENT 1024x683 1

Surat Takshshila case: બિલ્ડરોને પત્નીઓના નામે મિલકત રાખવી પડી શકે છે ભારે…પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરવાની માંગ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Surat Takshshila case

સુરત, 17 માર્ચઃ તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડ(Surat Takshshila case) તો યાદ જ હશે. જેના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે માંગ કરતાં કોર્ટે સુનાવણી તા.1લી એપ્રિલ સુધી મુલત્વી રાખી છે. આજે સરકારપક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ પી.એન.પરમાર તથા ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓ તરફે પિયુષ માંગુકીયાએ સીઆરપીસી-319 હેઠળ ત્રણ બિલ્ડર્સની પત્નીઓને આ કેસમાં આરોપી તરીકે જોડવા માંગ કરી છે.જે મુજબ તા.25-5-19 ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલ નિર્મલ નગર સોસાયટીના પ્લોટ નં.7 પર તક્ષશિલા આર્કેડ (જુનુ નામ ભોલેનાથ શોપિંગ સેન્ટર)માં આગ લાગવાના પગલે ચોથા માળે ચાલતા ટયુશન ક્લાસમાં અભ્યાસ માટે આવેલા ૨૨ માસુમ વિદ્યાર્થીઓેના મોત નિપજ્યા હતા.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આ  કેસમાં કુલ 14 જેટલા આરોપીઓ વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચે સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોધી ચાર્જશીટ રજુ કર્યું છે. અલબત્ત આ કેસમાં આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓ અનુક્રમે જ્યોતિબેન, રંજનાબેન તથા ભાનુબેને વર્ષ-2009માં તક્ષશિલા બિલ્ડીંગનું બીજા માળના ધાબું સંયુક્ત રીતે ખરીદ કર્યું હતુ.

નોંધનીય છે કે, જે માળ પર વર્ષ-2010 માં ત્રીજા માળનો ડોમ બનાવ્યો હોય તેવા દસ્તાવેજો રજુ કરી બે વર્ષ બાદ સુરત મહાનગર પાલિકાની આકારણી પત્રકમાં દાખલ કરવા જુલાઈ-2012ના રોજ અરજી કરી હતી. જે દસ્તાવેજોના આધારે પાછલી અસરથી આ મિલકત આકારણી દફતરે દાખલ કરવામાં આવી તે પહેલા ડોમવાળી મિલકતના ચાર સરખા ભાગ બિલ્ડર્સની પત્નીઓએ ત્રણેય બિલ્ડર્સ પતિઓને કબજા સહિતનો વેચાણ કરાર કરી આપ્યો હતો. તક્ષશિલા બિલ્ડીંગનું ત્રીજા માળનો ડોમ વર્ષ-2010માં અસ્તિત્વમાં નહોતા.

Whatsapp Join Banner Guj

ત્રણેય બિલ્ડર્સની પત્નીઓની મિલકત આકારણી પત્રકમાં વર્ષ-2012ની સાલમાં બોગસ બોગસ દસ્તાવેજોના આધારે આકારણી પત્રકમાં નોધ પડાવી હતી. જે દસ્તાવેજોના આધારે વેરો ભરવા આરોપી દિનેશ વેકરીયાએ ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે ઉપયોગ કર્યો હતો. જેથી આરોપી તરીકે જ્યોતિબેન હરસુખ વેકરીયા, રંજનાબેન રવિન્દ્ર કહાર તથા ભાનુબેન સવજી પાઘડાળને જોડવા સરકારપક્ષે માંગ કરી છે. જેથી આરોપીઓના બચાવ પક્ષે અરજીની સુનાવણીમાં બચાવની તક આપવા માંગ કરી છે.

આ પણ વાંચો…

Accident: રેલગાડીની અડફેટે આવતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નિપજ્યુ, પોલીસ કાર્યવાહી આગળ ન વધતા મૃતકના પરિજનોએ પોલિસ કંટ્રોલને કરી જાણ