Ring road bridge collapses

Bridge collapses: CMએ અચાનક બ્રીજ તૂટવાની દુર્ઘટનાને ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી

Bridge collapses: આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે

ગાંધીનગર, 24 ડિસેમ્બરઃ Bridge collapses: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.


શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે. આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે.
તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે.

આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Harbhajan singh: આ ભારતીય દિગ્ગજ સ્પિનર આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની કરી જાહેરાત- વાંચો વિગત

Whatsapp Join Banner Guj