National consumer day

National consumer day: અંબાજી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ની ઉજવણી કરાઈ

National consumer day: 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે માનાવામાં આવે છે

અમદાવાદ, ૨૪ ડિસેમ્બર: National consumer day: આજે 24 ડિસેમ્બર છે અને 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે માનાવામાં આવે છે અને વિવિધ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ માર્ગદર્શન પ્રદર્શન, પ્રશ્નોત્તરી, સમાઘાન, સાહિત્ય વિતરણ તેમજ પ્રોજેક્ટર દ્વારા ગ્રાહકો માં જાગૃતિ આવે તેના પ્રયાસ કરવામાં આવે છે. આજે આ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ને લઈ અંબાજી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ માં ગ્રાહક ના અધિકારો અને તેના કાયદાઓ અંગે જાણકારી આપવા માટે નું કાર્યક્રમ અંબાજી ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

National consumer day 1

ભારતીય સવિંધાને નાગરિકો નો ગ્રાહક તરીકે સ્વીકાર કરી એક અલાયદા કાયદા થકી ગ્રાહક ને તેના અધિકારો મળે અને ગ્રાહક જાગૃતિ ને લઈ સંપૂર્ણ માહિતી થી સજાગ બને ગ્રાહક છેતરાય નહીં સાથે હાલ માં ઓનલાઇન બેન્કિંગ ને ઓનલાઇન શોપિંગ માં મહત્તમ છેતરપિંડી જેવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ માં શરૂઆત થીજ સમજણ આવે તેને લઈ માર્ગદર્શન અપાયું હતું.

આ પણ વાંચો: Bridge collapses: CMએ અચાનક બ્રીજ તૂટવાની દુર્ઘટનાને ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી

National consumer day 2

આજનો વિદ્યાર્થી આવતી કાલ નો નાગરિક બનશે ત્યારે વસ્તુ ની પસંદગી નો અધિકાર, છેતરામણી જેવી જાહેરાત, મહત્તમ ભાવ કરતા વધુ ભાવ લેવા, ગુણવતા માં ખામીયુક્ત ચીજવસ્તુ કે સેવા ની ખરીદી બાદ એની સેવા જેવી બાબત માં ગ્રાહક ને સંપૂર્ણ સ્વતંત્ર અધિકાર હોવાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો આ સાથે ડિસ્પ્લે અને પ્રોજેક્ટ દ્વારા પણ માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રાહક સુરક્ષામંડળના પ્રમુખ વિપુલભાઈ ગુર્જર, શાળાના આચાર્ય શૈલેન્દ્ર સિહ રાજપુત,વાલી મંડળના પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, સુનિલ બ્રહ્મભટ્ટ, માણેક જોષી, શાળા શિક્ષક સ્ટાફ સહીત મોટી સંખ્યા મા વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj