CM bhupendra patel visit adani overbridge

CM inspection Rajkot highway works: મુખ્યમંત્રી શનિવાર નો દિવસ અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા કામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો.

CM inspection Rajkot highway works: મુખ્યમંત્રી શનિવારે સવારે ગાંધીનગર થી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા

અમદાવાદ, ૦૮ જાન્યુઆરીઃ CM inspection Rajkot highway works: મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ એ માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.

CM inspection Rajkot highway works: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રાજ્યના ધોરી માર્ગોના વિસ્તૃતીકરણ ની ચાલી રહેલી કામગીરી ની વિવિધ સ્થળોએ મુલાકાત લઈને પ્રગતિ નિહાળી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી સંદર્ભમાં સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા સાથે શનિવારે સવારથી આ કામગીરી ના જાત નિરીક્ષણ માટેનો ઉપક્રમ લીંબડી થી કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રાજકોટ હાઇવે ના 6 લેન કરવા ના કામોમાં લીંબડી બગોદરા વચ્ચેના કાર્યો તેમજ બગોદરા તારાપુર હાઇવે ના 6 લેન અંર્તગત અરણેજ નજીક ના બ્રિજ નિર્માણ ની પ્રગતિ નિહાળી હતી. મુખ્યમંત્રી આ સમગ્ર રૂટ પર મોટર માર્ગે ફર્યા હતા અને જુદી જુદી સાઈટ પર પ્રત્યક્ષ જઈને કામોની ગુણવત્તા,વપરાશ માં લેવાતા મટીરીયલ અંગેની વિગતો પણ મેળવી હતી.

CM  Inspection Rajkot highway works

તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા ઓવરબ્રિજ ની સાઈટ નું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા પ્રગતિ હેઠળના કામોની જાત મુલાકાત લઈ ગાંધીનગર પરત આવતા સરખેજ ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામો અન્વયે અદાણી શાંતિ ગ્રામ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજ ની કામગીરી પણ જોઈ હતી.

આ પણ વાંચો…Mild symptoms of omicron can also cause long covid: ઓમિક્રોનનાં માઈલ્ડ લક્ષણોમાં પણ લૉન્ગ કોવિડ થઈ શકે? વાંચો એક્સપર્ટે શું કહ્યું?

Whatsapp Join Banner Guj