E0hyJsIVUAEI3 y

ગુજરાતના મુખ્યમંત્રી(CM vijay rupani) જૂનાગઢ સિવિલની મુલાકાતે, દર્દીઓની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી-તેમના સંબંધીઓ સાથે વાત કરી

ગાંધીનગર, 04 મેઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM vijay rupani) જૂનાગઢની મુલાકાતે ગયા અને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરે તે પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા પણ સિવિલ હોસ્પિટલ પર ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ દર્દીના સગાઓ સાથે હેલ્પ ડેસ્ક પર મુલાકાત કરીને દર્દીઓને પડતી મુશ્કેલી અંગે માહિતી મેળવી હતી. તેમજ આશ્વાસન આપ્યુ હતુ.

સીએમ રૂપાણી(CM vijay rupani)એ હોસ્પિટલ તંત્ર, તબીબો અને દવાઓ વિશે પણ માહિતી મેળવી હતી. સીએમ રૂપાણી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પર મુલાકાત કરીને કલેકટર ઓફિસે રવાના થયા હતા. ઉલ્લેખનિય છે કે, સીએમ રૂપાણી અગાઉ માત્ર કલેકટર કચેરીની મુલાકાત લઈને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરવાના હતા. જોકે જીએસટીવીના અહેવાલ બાદ સીએમ રૂપાણી(CM vijay rupani)ની સિવિલ મુલાકાતનું પણ શિડ્યુઅલ ગોઠવાયુ હતુ અને તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનો સાથે હેલ્પ ડેસ્કથી મુલાકાત કરી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

કંગનાની મુશ્કેલીમાં થયો વધારોઃ ભડકાઉ અને ટીકા કરતા નિવેદનોના કારણે એક્ટ્રેસનું ટ્વિટર અકાઉન્ટ(kangana ranaut) કર્યુ સસ્પેન્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ADVT Dental Titanium