egovernonce

egazette gujarat: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત

egazette gujarat: રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન ઉપલબ્ધ થશે

  • મુખ્યમંત્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ
  • વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે વાર્ષિક સરેરાશ ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે
  • જૂના ગેઝેટ પણ એક માસમાં વેબસાઇટ પર અપલોડ કરવા વિભાગને મુખ્યમંત્રીની સૂચના

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૦૫ જુલાઈ:
egazette gujarat: પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. હવે, રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં લોન્ચિંગ કર્યુ હતું.

વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ – ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ(egazette gujarat) પર ઉપલબ્ધ થવાથી અંત આવશે. આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે ૩પ મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહિ, ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાલ વિભાગ પાસે ૩૦ વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાની સૂચના આ વેળાએ આપી હતી.

Whatsapp Join Banner Guj

તદનુસાર જૂના ગેઝેટને (egazette gujarat) પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે. આના પરિણામે નાગરિકો, અરજદારો, સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે.

આ પણ વાંચો…PSA oxygen plant: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે નવનિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ–સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ (egazette gujarat) તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે. આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે કુટીર ઉદ્યોગ સચિવ સંદીપકુમાર, જી.આઇ.એલ ના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ, સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.