CM Botad oxygen plant innograte

PSA oxygen plant: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે નવનિર્મિત PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું

PSA oxygen plant: કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૩૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંકnસામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા

  • ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેર નિયંત્રિત કરવામાં આવી
  • કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા (PSA oxygen plant) રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાનું આયોજન
  • રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન થકી હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખ્યો

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૦૫ જુલાઈ:
PSA oxygen plant: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતા જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માંગ ૧૦૦ મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરના પીક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ ૧૨૦૦ મે.ટન સુધી પહોંચી હતી.

તેમણે ઉમેર્યું કે મેડિકલ ઓક્સિજનની (PSA oxygen plant) આવી તીવ્ર માંગ વચ્ચે પણ ગુજરાતની એક પણ હોસ્પિટલમાં કોઈ દર્દીનું મૃત્યું ઓક્સિજનના અભાવે થયું નથી. રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન થકી હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચો…

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

ISRO Recruitment 2021: ઈસરોએ સ્નાતક અને ટેક્નીશિયન અપ્રેટિસશિપ માટે મંગાવ્યા આવેદન

મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે, દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવેલું આમ છતાં હજી પણ કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવી નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે કોરોનાની સ્થિતિને સફળતા પૂર્વક નિયંત્રિત કરી દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. રાજ્યમાં ૮ લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ ૯૮ ટકા પહોંચી ગયો છે. હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે રવિવારે ૭૦ જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં ૧૪ હજાર જેટલા થઈ ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ. બોટાદ જિલ્લામાં હાલ બે (PSA oxygen plant) ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. રૂપિયા ૨૨ લાખના ખર્ચે નિર્માણ થયેલો ગઢડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો આ પ્લાન્ટ દર મિનિટે ૧૫૦ લીટર ઓક્સિજન ઉત્પાદન કરશે જેનો ગઢડાની આસપાસના ૮૦ ગામોના લોકોને જરૂરિયાતના સમયે લાભ મળશે.

Whatsapp Join Banner Guj

ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે બોટાદ જિલ્લાની કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર અંગેની કામગીરીનો ચિતાર આપી સંભવિત ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારીની આ મુહીમ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો,

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન, ઓક્સિજન પ્લાન્ટના દાતા સુનીથ ડી સિલ્વા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિજીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.