Hardik Patel

Hardik Patel in ambaji: માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હાર્દિક પટેલ…

Hardik Patel in ambaji: હાર્દિક પટેલે મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા-અર્ચના કરી

અંબાજી, 09 ડીસેમ્બર: Hardik Patel in ambaji: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત મેળવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ પણ વિરમગામ બેઠક પરથી જીત્યા છે. આ જીત બાદ તેઓ અંબાજીમાં મા અંબાના દર્શન માટે પહોંચ્યા છે.

Hardik Patel 1
હાર્દિક પટેલે મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા-અર્ચના કરી

હાર્દિક પટેલે મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા-અર્ચના કરી અને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા. આ સાથે જ હાર્દિકે સિદ્ધિવિનાયક મંદિર અને અંબિકેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા. માલૂમ હોય કે હાર્દિક અંબાજી મંદિરમાં અવારનવાર માતાજીના દર્શન કરવા આવે છે.

આ દરમિયાન હાર્દિકે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, માં પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલું એક વાર મળે આશીર્વાદ આજીવન રહે. મંત્રી બનવા પર તેમને કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે તે જવાબદારી સ્વીકારીશું

પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા. અનિકેત ઠાકર સાથે હાર્દિક પટેલે મુલાકાત કરી

આ પણ વાંચો: Redevelopment of somnath railway station: પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે

Gujarati banner 01