Vehicle insurance renewal

Vehicle insurance renewal: હવે દર વર્ષે વાહન વીમો રિન્યુ કરાવવાની કડાકૂટમાંથી મળશે મુક્તિ, વાંચો…

Vehicle insurance renewal: ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વાહનો માટે લાંબા સમયગાળાવાળી વીમા પોલીસી આપવાનો પ્રસ્તાવ કર્યો

અમદાવાદ, 09 ડીસેમ્બર: Vehicle insurance renewal: હવે ગ્રાહકોને દર વર્ષે કાર-ટુ વ્હીલર વીમાને દર વર્ષે રિન્યુ કરવાની કડાકામાંથી મુક્તિ મળી શકે છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વાહનો માટે લાંબા સમયગાળાવાળી વીમા પોલીસી આપવાનો પ્રસ્તાવ કર્યો છે, જે અંતર્ગત ટુ વ્હીલર વાહનો માટે પાંચ વર્ષ અને કારો માટે ત્રણ વર્ષનો વાહન વીમો ઈસ્યુ કરાશે. જેનો ઉદેશ દેશમાં વીમાના પ્રસારને વધારવાનો અને ગ્રાહકને વિકલ્પ આપવાનો છે.

ઈરડાએ આ પ્રસ્તાવનો મુસદ્દો જાહેર કર્યો છે. જેમાં ગ્રાહકોને દર વર્ષે વીમાના નવીનીકરણ (રિન્યુ)થી રાહત આપવાની વાત કહેવામાં આવી છે. તેના માટે ‘દીર્ઘકાલીક મોટર ઉત્પાદ પોલીસી’ લાવવામાં આવશે. જે અંતર્ગત ‘થર્ડ પાર્ટી વાહન વીમા અને સ્વયંને થયેલી ક્ષતિ વીમા’ લાંબા સમયગાળા માટે જાહેર કરવામાં આવશે. આ બારામાં ઈરડાએ બધા પક્ષો પાસેથી અભિપ્રાય માંગ્યા છે.

આ પ્રકારનો મુસદો વર્ષ 2018માં પણ તૈયાર થયો હતો પરંતુ 2019માં કોરોના મહામારીને લઈને તેના પર વિરામ લાગી ગયો હતો. ઈરાડાએ ત્યારે કહ્યું હતું કે આ પ્રસ્તાવને લાગુ કરવામાં અનેક પ્રકારના વિધ્નો આવ્યા હતા, જે અંતર્ગત આ નિયમ માત્ર નવા વાહનો પર લાગુ થવાનો હતો, જૂના પર નહીં.

શું છે આ યોજનામાં?

ઈરડા અનુસાર બધી કંપનીઓ લાંબા સમયગાળા વાળો વાહન વીમો જાહેર કરી શકશે. ખાનગી કારો માટે ત્રણ વર્ષ અને ટુ વ્હીલરો માટે પાંચ વર્ષ સુધીનો વાહન વીમો લઈ શકાશે. જો કે ગ્રાહકો પાસે એ વિકલ્પ રહેશે કે તે કેટલા વર્ષ માટે વીમો લેવા માંગે છે. એ અનુસાર પ્રીમીયમ નકકી થશે.

કેટલું હશે પ્રીમિયમ?

પ્રસ્તાવ અનુસાર કંપનીઓ પુરા સમયગાળા માટે પ્રીમિયમ લઈ શકશે પરંતુ પ્રત્યેક વર્ષ માટે પ્રીમિયમ ગણના અલગ રહેશે અને કલેમ પણ તે અનુસાર હશે. બાકી રકમને એડવાન્સ પ્રીમીયમ પેમેન્ટ માનવામાં આવશે. જો વીમાધારક નિશ્ચિત સમયગાળાની અંદર તેને રદ કરે છે તો કંપનીએ પરત આપવી પડશે.

વીમો રદ પણ કરી શકાશે

બધા લાંબા ગાળાના વાહન વીમાના રદીકરણ કે પરત કરવાને લઈને સંબંધિત માન્ય શરતો હશે. દાખલા તરીકે દરેક દીર્ઘકાલીક મોટર ઓન ડેમેજ પોલીસીમાં વીમાની શરૂઆતની તારીખથી 30 દિવસની ફ્રી-લુક સમયગાળો હશે જેથી વીમા ધારક નિયમો અને શરતોની સમીક્ષા થઈ શકે. ફ્રી લુક રદ થવાની સ્થિતિમાં વીમાધારક નિયમ અનુસાર પ્રીમિયમની વાપસીનો હકકદાર રહેશે.

આ પણ વાંચો: Gujarat election 2022: ભાજપની પ્રચંડ જીત માટે આ ટીવી અભિનેતાએ રાખી હતી માનતા, 75 કિ.મી પગપાળા ચાલતા નીકળ્યા

Gujarati banner 01