PM Modi voted in Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન…

PM Modi voted in Ahmedabad: પીએમ મોદીએ અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું

અમદાવાદ, 05 ડીસેમ્બર: PM Modi voted in Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. હાલમાં 14 જિલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમિયાન મતદારો મતદાન મથકોની મુલાકાત લઈને તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIM સહિત કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદાન કર્યું હતું. PM મોદીએ અમદાવાદની રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ત્યાં હાજર એક મહિલાને તેમની સમક્ષ પોતાનો મત આપવા કહ્યું. આજે સવારે તેમણે ટ્વીટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: PM Modi meet Maa heeraba: બીજા તબક્કાના મતદાન પહેલા માતા હીરાબાને મળ્યા PM મોદી, અહીંથી કરશે મતદાન…

Gujarati banner 01