PM Modi meet Maa heeraba

PM Modi meet Maa heeraba: બીજા તબક્કાના મતદાન પહેલા માતા હીરાબાને મળ્યા PM મોદી, અહીંથી કરશે મતદાન…

  • શિયાળાની ઠંડી સાંજે માતા સાથે 30 મિનિટ વિતાવી અને ગરમ ચાની ચૂસકી લીધા પછી કમલમ પહોંચ્યા પીએમ મોદી

PM Modi meet Maa heeraba: એરપોર્ટ પરથી પીએમ મોદી માતા હીરાબાને મળવા સીધા રાયસન ગાંધીનગર પહોંચ્યા

ગાંધીનગર, 04 ડીસેમ્બર: PM Modi meet Maa heeraba: ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચ્યા. એરપોર્ટ પરથી પીએમ મોદી માતા હીરાબાને મળવા સીધા રાયસન ગાંધીનગર પહોંચ્યા હતા. શિયાળાની ઠંડી સાંજે માતા સાથે 30 મિનિટ વિતાવ્યા અને ગરમ ચાની ચૂસકી લીધા પછી પીએમ મોદી કમલમ પહોંચ્યા. અહીં આજે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અન્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન આવતીકાલે સવારે 8:30 કલાકે અમદાવાદની સાબરમતી વિધાનસભાના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત સ્કૂલમાં મતદાન કરશે. PM મોદીના મતદાન અને નિશાંત સ્કૂલમાં પોલીસની હાજરી અને સમગ્ર મતદાનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે આવતીકાલે એટલે કે સોમવારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થવાનું છે, આવી સ્થિતિમાં મતદાનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે વડાપ્રધાનના પ્રોટોકોલ અંતર્ગત આજે સવારે અમદાવાદ શહેરના SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું. તમામ મતદાન સામગ્રી નિશાંત સ્કૂલમાં પહોંચાડવામાં આવી હતી.

આ પણ વાંચો: WR GM ADI division tour: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે લીધી બે દિવસ માટે અમદાવાદ ડિવિઝનની મુલાકાત…

Gujarati banner 01