The main leaders of tribal society join AAP

The main leaders of tribal society join AAP: આદિવાસી સમાજના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા

The main leaders of tribal society join AAP: આંતરરાષ્ટ્રીય આદિવાસી ફોરમના ભારતના ચીફ એમ્બેસેડર અને મુખ્ય આયોજક છે એવા જીમ્મીકુમાર રાજેનભાઈ પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાયા: મનોજ સોરઠીયા

અમદાવાદ, 06 સપ્ટેમ્બરઃ The main leaders of tribal society join AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવના કારણે ભ્રષ્ટ ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ તે લોકો હવે હિંસક રસ્તા અપનાવી રહ્યા છે, વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર પહેલા પણ હુમલા થતા હતા અને હજુ પણ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા મારા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પરંતુ હું સચ્ચાઈની અને દેશ બચાવવા માટે લડી રહ્યો છું એટલા માટે ઉપરવાળાની મહેરબાનીથી હું આજે સ્વસ્થ છું. મારા પર ખોટી FIR દાખલ કરવામાં આવી, ગોપાલભાઈ ઉપર પણ એક FIR કરવામાં આવી. આ બધી જ વસ્તુ દર્શાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી કેટલા ડરી રહ્યા છે. આ બધી ઘટનાઓથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનતી હોય છે અને વધુ મહેનત કરવા માટે પ્રેરિત થતી હોય છે. આજે ગુજરાતની જનતા જાણી ગઈ છે કે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર છે અને એટલા માટે જ આજે આખા ગુજરાતના લોકોનો સાથ અને સહકાર આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક સક્ષમ વિકલ્પ રૂપે ઉભરી રહી છે અને ગુજરાત સાથે હવે સમગ્ર દેશના લોકો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે એક મજબૂત વિપક્ષ અને વિકલ્પ છે. આમ આદમી પાર્ટીની રાજનીતિ મુદ્દાની રાજનીતિ છે. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવે છે, આમ આદમીના જીવનમાં વધારેથી વધારે રાહત મળે તેવા બધા જ શક્ય પ્રયત્નો કરે છે. આ બધું ગુજરાતની જનતા સમજી રહી છે, જાણી રહી છે એટલે જ આમ આદમી પાર્ટીને અપનાવી રહી છે. ગુજરાતના દરેક વર્ગના, દરેક સમાજના, દરેક વ્યવસાયના અને સાથે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.

આ કડીમાં વધુ નામ જોડાવા જઈ રહ્યા છે. આજે અમને એ જણાવતા ખુશી થાય છે કે, આદિવાસી સમાજના હક્કો માટે અવાજ ઉપાડનાર કુંજન રમેશભાઈ ધોડિયા, સમગ્ર વિશ્વના આદિવાસીઓ જે અલગ અલગ વહેંચાયેલા છે તેઓ એક ધ્વજ ‘આંતરરાષ્ટ્રીય આદિવાસી એકતા ફ્લેગ’ નીચે આવે તે માટે કાર્યરત આંતરાષ્ટ્રીય સંસ્થા આંતરરાષ્ટ્રીય આદિવાસી ફોરમના ભારતના ચીફ એમ્બેસેડર અને મુખ્ય આયોજક છે એવા જીમ્મીકુમાર રાજેનભાઈ પટેલ, મહુવા તાલુકામાં આદિવાસી સમાજમાં જનજાગૃતિ આવે સમાજ હકક અધિકાર માટે લડતા નરેન્દ્રભાઈ કાંતિલાલ ચૌધરી, દક્ષિણ ગુજરાત યુવા હળપતિ સમાજના પ્રમુખ જયદીપકુમાર ચંપકભાઈ રાઠોડ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

કેવડિયાના આંદોલનકારી પ્રફુલભાઈ વસાવાએ તમામ નવા સાથીઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કરચેલિયા, મહુવા, સુરતના કુંજન રમેશભાઈ ધોડિયા આદિવાસી સમાજ માટે ઉત્તમ કામગીરી કરે છે. તેઓ છેલ્લા 7 વર્ષથી દક્ષિણ ગુજરાતના 300 થી વધારે ગામોમાં આદિવાસી જન જાગૃતિ અભિયાન ચલાવે છે. આ અભિયાન દ્વારા તેમણે આદિવાસીઓને એમના હક્કો અધિકારો , બંધારણની 5મી અનુસૂચિ , પેસા એક્ટ , વિવિધ વિનાશકારી પ્રોજેક્ટો ની જાણકારી આપી છે. તેમજ આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ,બોલી, રીતરિવાજ જાળવી રાખે એના માટે પ્રયત્નશીલ બની જાતે જ આદિવાસી વિધિથી લગ્ન કરવાની શરૂઆત કરી છે.

સુરતના જીમ્મીકુમાર રાજેનભાઈ પટેલ વિશ્વ ફલક પર આદિવાસી પ્રતિનિધિત્વ મળે તેના માટે કાર્યરત છે. જીમ્મીભાઇએ સ્ટેચ્યય ઓફ યુનિટી માં કોરોના વખતે જ્યારે સરકાર એ લોકોના ખેતર ઉપર કબજો કર્યો હતો. ત્યારે એક મુઠ્ઠી અનાજ, એક રૂપિયો દાન અને એક સિગ્નેચર ની મુહિમમાં ચલાવી હતી અને કેવડિયા ના લોકો માટે અનાજ, રાશન માટે કાર્ય કર્યું હતું. ડોસવાળા ખાતે આવનાર ઝીંક સ્મેલ્ટર પ્રોજેકટ માં 99 ગામો ને પ્રદુષણથી બચાવવા લડત ચાલુ કરી હતી.

આ પણ વાંચોઃ Statement by Harsh Sanghvi: ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ….વાંચો વધુમાં શું કહ્યું ગૃહમંત્રીએ?

આ દરમિયાન 150 લોકો ઉપર ખોટી FIR કરવા બદલ હાઇકોર્ટમાં ગયા હતા. પાર તાપી નર્મદા લિંક પરિયોજનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી ગામોને અસર થાય તેથી પ્રોજેક્ટના વિરોધમાં વ્યારા ખાતે રેલી કાઢી હતી. પોતે પ્રયાવરણવાદી અને કાયદાના નિષ્ણાત છે તેથી UN દ્વારા આપેલ હક-અધિકારો તેમજ ભારતના બંધારણમાં આપેલ આદિવાસી અધિકારો વિશે જનજાગૃતિ કરે છે, સાથે સાથે વ્યશનમુક્તિ, વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કરી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી વિશ્વવ્યાપી સમસ્યાઓ માટે લડત પણ ચલાવે છે.

સુરતના મહુવા જિલ્લાના નરેન્દ્રભાઈ કાંતિલાલ ચૌધરી મહુવા તાલુકાના ચૌધરી સમાજના પ્રમુખ છે અને પૂર્વ સમરસ સરપંચ પણ રહી ચુક્યા છે. આદિવાસી સમાજમાં જનજાગૃતિ આવે, સમાજ હક્ક અધિકાર મેળવવા માટે આગળ આવે એ હેતુથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત મહુવાના કાછલ ગામેથી કરી હતી. જેની આજે વિશાળ પાયે ઉજવવમાં આવે છે. સામાજીક મુદ્દે જાગૃત રહી સમાજના યુવાનો સાથે તમામ આંદોલન કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવે છે,જનજાગૃતિ અંગેની મિટિંગો તેમજ સમાજ હિત માટે ધરણા આવેદનપત્ર ની આગેવાની કરે છે.

સુરતના બારડોલીના જયદીપકુમાર ચંપકભાઈ રાઠોડ દક્ષિણ ગુજરાત યુવા હળપતિ સમાજ પ્રમુખના પ્રમુખ છે. તેઓ હળપતિ સમાજ માટે છેલ્લા 7 વર્ષ થી કાર્યરત છે. જયદીપકુમાર સમાજને શિક્ષિત અને સંગઠિત કરવા સતત પ્રયત્નશીલ રહે છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કુંજન રમેશભાઈ ધોડિયા, જીમ્મીકુમાર રાજેનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ કાંતિલાલ ચૌધરી, જયદીપકુમાર ચંપકભાઈ રાઠોડને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.

આ સહુ ક્રાંતિકારી મિત્રો અરવિંદ કેજરીવાલજીની ઇમાનદારીથી પ્રેરિત થઈને ‘આપ’ જોડાયા છે. તેઓનું માનવું છે કે આજે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી છે જે આદિવાસી સમાજ માટે કંઈક સારું કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આગામી સમયમાં આદિવાસી સમાજના 1 લાખ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. આદિવાસી સમાજને આમ આદમી પાર્ટી પર પૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી જનતા ના પ્રશ્નો માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહી હતી ત્યારથી જ આમ આદમી પાર્ટી ની લોકપ્રિયતા દિલ્હી અને પંજાબ પછી ગુજરાત માં પણ વધી રહી હતી. ગુજરાત માં દરેક વર્ગ અને સમાજ ના લોકો હવે આમ આદમી પાર્ટી ને પ્રાધાન્ય આપી રહ્યા છે. અને તાજેતરમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ વીજળી, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર, વેપાર, આદિવાસી સમાજ અને મહિલાઓના મુદ્દે ગેરેંટી રૂપે ગુજરાતને જે ભેટ આપી છે તેનાથી ગુજરાત ના લોકો ઘણા ખુશ છે. ગુજરાતીઓમાં હવે આશા ની કિરણ જાગી રહી છે, આમ આદમી પાર્ટી ના કારણે ગુજરાતના લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે ગુજરાતમાં ભાજપ દ્વારા થઈ રહેલા ભ્રષ્ટાચાર નો અંત સંભવ છે, સુશાસન સંભવ છે, સકારાત્મક પરિવર્તન સંભવ છે.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે કેવડિયાના આંદોલનકારી પ્રફુલભાઈ વસાવા હાજર હતા.

આ પણ વાંચોઃ Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ

Gujarati banner 01