Gopal Italia interacted with traders

Gopal Italia interacted with traders: ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથે સંવાદ કર્યો, વાંચો વિગત

Gopal Italia interacted with traders: વેપારીઓની સમસ્યા સાંભળવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વેપારી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહેસાણા, 06 સપ્ટેમ્બરઃ Gopal Italia interacted with traders: આમ આદમી પાર્ટી ફક્ત કહેતી નથી, કરવામાં વિશ્વાસ રાખે છે. દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે છે. કોઈ સામે આવીને જનતાને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો મોકો આપતું નથી. પરંતુ આ કુપ્રથા આમ આદમી પાર્ટીએ બંધ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. આ મુહિમને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતના વેપારીઓને મળીને તેમની સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે. આ કાર્યક્રમને રોકવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાંય આમ આદમી પાર્ટી ક્યાંય થોભી નથી. આ અનુક્રમે વેપારી સાથે સંવાદ અંતર્ગત મહેસાણામાં ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટીએ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક શહેરમાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથેના જનસંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજ સુધી બધા નેતા આવતા હતા અને ભાષણ આપીને જતા રહેતા હતા. કોઈ આપણી વાત સાંભળતું ન હતું. પણ તમામની વાત સાંભળવામાં આવે, દરેક વર્ગની સમસ્યાઓ જાણવામાં આવે, એવું કલ્ચર ફક્ત અરવિંદ કેજરીવાલજી લાવ્યા છે. લોકોના તમામ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે આમ આદમી પાર્ટી સંવાદ કાર્યક્રમ દ્વારા પ્રયાસ કરી રહી છે.

Gopal Italia interacted with traders 1

અત્યાર સુધીના જેટલા વેપારી સંવાદ થયા તેના પરથી સમજાય છે કે જીએસટી કાયદો છે તે ગડબડ છે. વેપારીઓ સરકારને ટેક્સ આપવા માંગે છે, પણ તમામ એવું ઈચ્છે છે કે ઈમાનદારીથી ટેક્સનું કલેક્શન થાય, સરકાર ઈમાનદારી થી પૈસા લે. સરકારે એવી રીતે ટેક્સ લેવો જોઈએ કે કોઈને લાગે નહીં કે મારા ખિસ્સામાંથી રૂપિયા કાઢી જાય છે. પણ જ્યારે સ્કૂલ બને, હોસ્પિટલ બને, વીજળી આપવામાં આવે ત્યારે જનતાને લાગવું જોઈએ કે સરકાર શાનદાર કામ કરી રહી છે. આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ અહીંયા લૂંટફાટ મચાવી દીધી છે.

દેશમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે. આઠ વર્ષ પહેલા વસ્તુઓના જે ભાવ હતા એ હવે બમણા થઈ ગયા છે. બાકી રહેલા દૂધ, ઘી એમ બધા ઉપર પણ ટેક્સ લગાવ્યો છે. પરંતુ આ મોંઘવારી કેમ વધે છે? ભાજપના ભક્તો સમજાવે છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું એટલે મોંઘવારી વધે છે. પરંતુ સત્ય તો એ છે કે એમના મળતીયાઓના લોન માફ કરવા માટે જનતાના ટેક્સ ના રૂપિયા વપરાય છે. તેમણે પોતાના મિત્રોના 10 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે. અને તે દસ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવા માટે દૂધ દહીં ઉપર ટેક્સ લગાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ The main leaders of tribal society join AAP: આદિવાસી સમાજના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા

આપણે જોઈએ કે આઠ વર્ષ પહેલાં રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ફક્ત ત્રણ રૂપિયા હતો અને આજે તે વધીને ₹50 થઈ ગયો છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભાડું હવે ડબલ થઈ ગયું છે. આમ આટલો બધો ટેક્સ ભેગો કરેલો જાય છે ક્યાં? એમની પાર્ટીનો પ્રચાર કરવામાં, એમના મળતીયાઓના દેવા માફ કરવામાં આ ટેક્સ વપરાય છે. આ બધું રોકવા માટે એક ઈમાનદાર સરકારની જરૂર છે. એક એવી સરકારની જરૂર છે જે ઈમાનદારીથી લીધેલા ટેક્સના પૈસાનું જનતાને વળતર આપે. જનતા માટે સારામાં સારી સ્કૂલ બનાવે, જનતા માટે સારામાં સારી ઈલાજની સુવિધા કરી આપે, લોકોને વીજળી મફત આપે, આમ જનતાની સેવા કરવાવાળી એક ઈમાનદાર સરકારની જરૂર છે. અને અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં આવી ઈમાનદાર સરકાર ચલાવી બતાવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી છે લાયસન્સ રાજ. વેપાર કરવા માટે આ લાઇસન્સ અને પેલું લાયસન્સ એમ કરીને વેપારીને અહીંથી ત્યાં દોડાવવામાં આવે છે અને દુનિયાભરના લાયસન્સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીએ સંકલ્પ લીધો છે કે ગુજરાતમાંથી લાઇસન્સ રાજને ખતમ કરવામાં આવશે.

બીજી મુશ્કેલી છે રેડ રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે. જ્યારે અરવિંદ કેજરીવાલજી ની સરકાર બની ત્યારે દિલ્હીમાં પણ વેપારીઓની એ મુખ્ય સમસ્યા હતી કે સરકારી અધિકારીઓ ગમે ત્યારે રેડ પાડે છે ડરાવે ધમકાવે છે અને એના કારણે વેપારીઓ મુશ્કેલી અનુભવે છે તો અરવિંદ કેજરીવાલ જઈએ નિયમ બનાવ્યો કે કોઈપણ વેપારીના ત્યાં ક્યારેય પણ રેડ પાડવામાં નહીં આવે અને વેપારીઓને પૂરી આઝાદી સાથે નિર્ભય વાતાવરણમાં વેપાર કરવાનો મોકો આપવામાં આવશે અને આ રીતે દિલ્હીમાંથી રેડ રાજને ખતમ કરવામાં આવ્યું અને આ જ પ્રમાણે ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ કરવામાં આવશે.

Gopal Italia interacted with traders 2

વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને 200 500 રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તાના ચલાવી રહ્યું છે? અરવિંદ કેજરીવાલજીએ ખાતરી આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે આખા ગુજરાતમાંથી આ હપ્તા રાજ બંધ કરવામાં આવશે.

ભાજપ વાળાની બે જ માનસિકતા છે, એક એ કે વેપારીઓ ટેક્સ ભરતા નથી ટેક્સ ચોરી કરે છે અને બીજી એ કે એમની ઈજ્જત ના કરવી જોઈએ. વેપારીઓને ધમકાવવામાં આવે કે તમે બીજી પાર્ટીની રેલી કે સભામાં ગયા તો તમારો ધંધો બંધ કરી દેવામાં આવશે. ત્યાં અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે, ઈજ્જત આપવામાં આવશે. તેમણે બીજી ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું અને વેપારીઓને શાંતિથી વેપાર કરવા મળે એટલે રેડ રાજ બંધ કરીશું.

નાના વેપારીઓને સરકારી દસ્તાવેજ કરાવવામાં ઘણી અડચણો પડે છે. એટલી તો તેની કમાણી નથી હોતી જેટલો વકીલોનો અને કાગળિયાઓનો ખર્ચો થઇ જાય છે. કાયદાઓ ખૂબ જ અઘરા બનાવવામાં આવ્યા છે, સામાન્ય માણસ ગૂંચવાઈ જ જાય. એટલે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે. GST રીટર્ન વેપારીઓએ તો સમયસર ભર્યું હોય પણ નિશ્ચિત સમયે ઉપર થી રિફંડ પાછું ન આવતા વેપારીઓના પૈસા અટકાઈ રહે, વેપારની હાલત કફોડી બને અને વેપારમાં નુકસાન થાય. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ મહેસાણા ખાતે વેપારીઓ સાથેના સંવાદમાં સભાને સંબોધતા કહ્યું હતું કે, વેપારી એટલે શોષણ માટેનું સરકારનું સૌથી સહેલું હાથવગુ ક્ષેત્ર છે. કોઈપણ પ્રકારની ઉઘરાણી જ્યારે કરવાની હોય ,રાજકીય કાર્યક્રમ માટે, એમના કોઈ ફંક્શનો માટે, ત્યારે પોતાના બળથી સ્વરોજગાર મેળવતા નાના વેપારીઓનો વર્ગ છે એને સૌથી પહેલા આ સરકાર ટાર્ગેટ કરે છે. ગુજરાતનો નાનો વેપારી અને ઉદ્યોગપતિ જાણે કે ટેક્સ ચોર હોય, કાયદાનો ભંગ કરનારો હોય, એ રીતે આ સરકાર તેમની સાથે વર્તી રહી છે. દેશના આઝાદીના આંદોલનમાં ખેડૂતો અને ગામડાના માણસો પછી સૌથી વધારે યોગદાન આપી નાના વેપારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગુજરાત અને આખો દેશ આજે ગુલામીની અવસ્થામાં મુકાયો છે. આપણે આઝાદીની બીજી લડાઈ લડી રહ્યા છીએ આ લડાઈમાં આપણે સૌએ સાથે મળીને બોલવું પડશે. નાના વેપારીઓ માટે ધંધો કરવો મુશ્કેલ છે, GST નો ડર, કોર્પોરેશન નો ડર, તોલ માપના હપ્તા અનેક પ્રકારના હપ્તાઓ વચ્ચે આજે નાનો વેપારી પીસાઈ રહ્યો છે. આ એક નિર્ણાયક તબક્કો છે જેમાં ગુજરાતના ઇતિહાસમાં અથવા તો આપણે કાયમી ગુલામી તરફ જઈએ અથવા સંપૂર્ણ આઝાદી તરફ જઈએ. જો સંપૂર્ણ આઝાદી તરફ જવું હોય, ગુજરાતને જીવવા લાયક રાખવું હોય, ગુજરાતને વેપાર ધંધા લાયક રાખવું હોય, ગુજરાતને મુક્ત મને ફાલવા દેવું હોય તો આપણે સૌએ સાથે મળીને સંઘર્ષ કરવો પડશે. પહેલા આપણી પાસે વિકલ્પ નહોતો. બંને પાર્ટીની રીત રસમો એક સમાન હતી. નાના વર્ગને કચડવાની, ડરાવીને રાખવામાં આવતી હતી. આજે ગુજરાત પાસે આમ આદમી પાર્ટીના નામથી એક એવો વિકલ્પ આવ્યો છે જે નાગરિકના મૂળભૂત અધિકાર માટે, જનતાની સેવા કરવાની ભાવના સાથે આવેલો પક્ષ છે.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારી પણ હાજર થયા રહ્યા હતા.

આ પણ વાંચોઃ Statement by Harsh Sanghvi: ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ….વાંચો વધુમાં શું કહ્યું ગૃહમંત્રીએ?

Gujarati banner 01