CM Police meeting

કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર,૧૮ ઓગસ્ટ:મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિત ના કામો અને કાયદો વ્યવસ્થા ના પાલન માં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે રાજ્યના વિકાસ ને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમ થી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે


પ્રજા ને સતત પ્રતીતિ થાય કે પોલીસ સદાય તેની પડખે છે તેવા પર્સેપશન સાથે અને અસામાજિક પ્રવૃતિઓ સામે સખતાઈથી પેશ આવવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં રાજ્યના મહાનગરોના પોલીસ કમિશનરો રાજ્યની વિવિધ રેન્જ ના આઇ.જી તેમજ તમામ જિલ્લા ના પોલીસ અધિક્ષકો સાથે ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ યોજી હતી
તેમણે કોરોના સંક્રમણ કાળ માં કોરોના વોરિયર્સ તરીકે રાજ્ય ના પોલીસ બેડા એ જે કામગીરી પ્રજાના મિત્ર તરીકે અને પ્રજા હિતમાં કરી છે તેની પ્રસંશા કરી હતી
મુખ્યમંત્રીશ્રી એ લોકડાઉન ના પાલન અને હવે અન લોક ડાઉન ની સ્થિતિમાં પણ પોલીસ ની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા


તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ દળ ને સમય સાથે ચાલવા સજજ કર્યું છે અને સાયબર ક્રાઇમ સીસીટીવી નેટવર્ક, વિશ્વાસ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ વગેરે દ્વારા સાયબર ક્રાઇમ ના ગુનાઓ ના નિવારણ અને સંશોધનમાં ઝડપ આવી છે
શ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્ય પોલીસ દળ માં નવી ભરતીમાં જે યુવાઓ આવ્યા છે તે ટેકનો સેવી છે તેમની સેવાઓ આ હેતુસર વ્યાપક લેવાય તે માટે પણ સૂચવ્યું હતું.
તેમણે પોલીસ ની કડપ અને છાપ જ એવા હોય કે ગુન્હેગાર અને અસામાજિક તત્વો માથું ઊંચકી જ ના શકે તેવી ઈમાનદારી અને કડકાઈ થી પેશ આવવા પોલીસ અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપી હતી


મુખ્યમંત્રીશ્રી એ એમ પણ કહ્યું કે ભ્રષટાચારવિરોધી ઝુંબેશ વેગવાન બનાવી ને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી એ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરો કોસ્મિપોલીટીન બનતા જાય છે ત્યારે એ મહાનગરો માં પણ ક્રાઇમ રેટ ના વધે તેની કાળજી લેવા તાકીદ કરી હતી
તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત ની શાંત સલામત અને સુરક્ષિત રાજ્ય તરીકે ને પહેચાન છે તેને આપણે વધુ આગળ વધારવી છે