wr award

66th Railway Week: અમદાવાદ મંડળ પર 66 મા રેલ્વે સપ્તાહનું આયોજન

66th Railway Week: અમદાવાદ વિભાગના કુલ 20 જીએમ પુરસ્કારો વિજેતાઓ અને અમદાવાદ મંડળ દ્વારા પ્રાપ્ત કુલ 06 કાર્યક્ષમતા શીલ્ડને પણ વિજેતા વિભાગોને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

અમદાવાદ, ૩૦ જુલાઈ: 66th Railway Week: 66 માં રેલ્વે સપ્તાહની ઉજવણી પ્રસંગે, વર્ષ 2020-21 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રેલ્વે કર્મચારીઓને અમદાવાદ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સુનીલ વિશ્નોઈના જણાવ્યા અનુસાર, મંડળ રેલવે મેનેજર દીપક કુમાર ઝા દ્વારા કુલ 282 કર્મચારીઓને વર્ષ 2020-21 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મેરીટ સર્ટિફિકેટ, રોકડ અને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

wr adi award 1

આ સાથે, અમદાવાદ વિભાગના કુલ 20 જીએમ પુરસ્કારો વિજેતાઓ અને અમદાવાદ મંડળ દ્વારા પ્રાપ્ત કુલ 06 કાર્યક્ષમતા શીલ્ડને પણ વિજેતા વિભાગોને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંડળ સ્તરે પણ વિભાગો દ્વારા ઉત્તમ કામગીરી માટે 13 કાર્યક્ષમતા શિલ્ડ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Naroda Police Case: માનવ અધિકારની ઐસી તૈસી, યુવકને માર મારતા નરોડા પોલીસની સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ

કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, સરકારની માર્ગદર્શિકા અનુસાર, પુરસ્કાર સમારોહ માટે માત્ર મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા, બાકીના કર્મચારીઓને તેમના વિભાગના વડાની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની સફળતામાં મુખ્ય કલ્યાણ નિરીક્ષક શ્રી રાજેશ ઠાકુર અને તેમની ટીમ દ્વારા પ્રશંસાત્મક કામગીરી કરવામાં આવી હતી.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો