Naroda police station 600x337 1

Naroda Police Case: માનવ અધિકારની ઐસી તૈસી, યુવકને માર મારતા નરોડા પોલીસની સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ

Naroda Police Case: યુવકને પોલીસે ડાબા કાન પર ફટકા મારતા સારવાર હેઠળ

અમદાવાદ, ૩૦ જુલાઈ: Naroda Police Case: શહેરના નરોડા પોલીસ સ્ટેશન છેલ્લા ઘણાં સમય થી ચર્ચામાં રહ્યું છે.પોતાનો વિસ્તાર છોડીને બીજા પોલીસ સ્ટેશનની હદમાં ઘુસી આરોપીઓને પકડી તોડ કરતા હોવાની અનેક ફરિયાદો થઈ છે.એવું જ એક કિસ્સો બહાર આવ્યો છે. ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની હદ માંથી યુવકને ઉપાડી લઈ જઈ માર મારતા યુવકે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હેતલ પટેલ સમક્ષ રજુ કરતા માર માર્યાની ફરિયાદ કરી છે.મેટ્રો કોર્ટે યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલી આપવાનો આદેશ કર્યો છે.

Naroda Police Case: બનાવની વિગત એવી છે કે,સરદારનગર વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની 22 વર્ષીય શિવરાજ રોશનલાલ માલાવત ને ગઈ તા.27મીજુલાઈ ના રોજ નરોડા પોલીસે સાબરમતી નદીના પટ માંથી ધરપકડ કરી હતી.આ યુવકની સામે પોલીસે 70 લીટર દેશી દારૂનો કેસ કર્યો હતો.આ યુવક શેરડીનો રસ વેચવાનો ધંધો કરતો હતો.નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ લાલસિંહ,નારણભાઇ અને અન્ય એક પોલીસે યુવકને માર માર્યો હતો.યુવકના ડાબા કાન ઉપર ફૅઠો અને ડંડા વડે માર માર્યો હતો.

આ પણ વાંચો: Howrah Train Cancel: 01 ઓગસ્ટ ની અમદાવાદ-હાવડા સ્પેશ્યલ ટ્રેન રદ રહેશે

આરોપીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવાની જીદ કરી હતી.આરોપી ફરિયાદના કરી શકે તે માટે પોલીસે 11 વાગે જજના બંગલે રજૂ કર્યો હતો.આરોપી તરફે વકીલ મનોજભાઈ તમાઇચી મોડી રાત્રે પણ જજના બંગલે આરોપીની રાહ જોઈ બેઠા હતા.આરોપીએ લાલસિંહ, નારણભાઇ અને અન્ય એક પોલીસે માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી.

ત્યારે પોલીસે ફરિયાદમાં એવી જણાવ્યું હતું કે,આરોપી બાઇક પર થી પટકાતા કાનમાં ઇજા થઇ છે.ત્યારે આરોપીના વકીલે એવી રજુઆત કરી હતી કે તબીબી સારવારમાં આ ઇજા કેવી રીતે થઈ છે. તે આપો આપ આવી જશે ત્યારબાદ કોર્ટે આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો