wr award PRO

AGM Award: અમદાવાદ ડિવિઝનના એજીએમ એવોર્ડથી સજ્જ રેલ્વે કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો

AGM Award: જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા અને સહાયક વાણિજ્ય પ્રબંધક ગૌરવ જૈન સહિત રેલ્વે કર્મચારીઓને આ સન્માન મળ્યું.

અમદાવાદ , ૦૧ જુલાઈ: AGM Award: પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર આલોક કુમારે જાહેરાત કરી કે અમદાવાદ મંડળના કુલ 35 રેલ્વે કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા સહિતના સંબંધિત શાખા અધિકારીઓએ એજીએમ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરી તેમને પુરસ્કાર એનાયત કર્યા હતા.

Railways banner

આ એવાર્ડ વિજેતાઓમાં જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા (AGM Award) અને સહાયક વાણિજ્ય પ્રબંધક ગૌરવ જૈન સહિત કુલ 35 રેલ્વે કર્મચારીઓને આ સન્માન પ્રાપ્ત થયું. અન્ય વિજેતાઓમાં પ્રકાશ રાઠોડ, અભયશંકર રવિકાંત પાસવાન, પી.એલ. મીના, મહેશ એલ. વ્યાસ, ઉપેન્દ્ર ત્રિપાઠી, નરેન્દ્ર બહાદુર સિંહ, ધરમ કુમાર, કૈલાશ મીના, મૃત્યુંજય કુમાર, હિતેન્દ્ર ભાલરા, પ્રેમારામ, વિજય કુમાર પી, દિલીપ તાહિલયાની, દિવ્યકાંત જાધવ, કમલેશ ડોડીયા, સુરેશ મીના, ધર્મેન્દ્ર કુમાર શર્મા, રોહિતકુમાર રોશન, ઈશ્વર એસ. , રાજીવ લાઠીયા, અનિલકુમાર ભારતી, દિનેશ લિંબાચિયા, શ્યામ સોનાવણે, પંકજ રાવલ, અનિલકુમાર ચૌધરી, જામિનીકાંત શ્રી ચંદન, રામકિશન, ઇન્દ્રેશકુમાર મિશ્રા, વિવેક મિશ્રા, કૈલાશચંદ રામધનજી જૈસવાલ અને શિરીશ શંકર દેશપાંડેને ડીવીઝનલ રેલ્વે મેનેજર ઝા તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચો…IRCTC દ્વારા ભારત દર્શન (Bharat Darshan Tour) અને પિલગ્રીમ ટુર નું બુકિંગ ફરીથી શરૂ

કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ મટિરીયલ મેનેજર નાગેશ ત્રિપાઠીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.