Bharat Darshan tour

IRCTC દ્વારા ભારત દર્શન (Bharat Darshan Tour) અને પિલગ્રીમ ટુર નું બુકિંગ ફરીથી શરૂ

Covid–II લોકડાઉન પછી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા, રાજકોટથી 3 ભારત દર્શન (Bharat Darshan Tour) અને ૩ પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે

અમદાવાદ, ૦૧ જુલાઈ: Bharat Darshan Tour: Covid–II લોકડાઉન પછી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા, રાજકોટથી 3 ભારત દર્શન (Bharat Darshan Tour) અને ૩ પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે: –             

  • ભારત દર્શન સ્પે.ટુરિસ્ટ ટ્રેન
  • સાઈ દર્શન મહાબળેશ્વર સાથે ગોવા – તારીખ :- 26.09.2021 થી 04.10.2021 (8N/9D)
  • સાઉથ દર્શન – તારીખ :- 02.11.2021 થી 13.11.2021 (11N/12D)
  • હરિહર ગંગે – તારીખ :- 16.11.2021 થી 27.11.2021 (11N/12D)
  • પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન
  • ઉત્તર દર્શન – તારીખ :- 28.08.2021 થી 05.09.2021 (8N/9D)
  • સાઉથ દર્શન – તારીખ :- 11.12.2021 થી 22.12.2021 (11N/12D)
  • રામ જન્મભૂમિ સાથે છપૈયા – તારીખ :- 25.12.2021 થી 01.01.2022 (7N/8D)

      ક્ષેત્રીય પ્રબંધક શ્રી વાયુનંદન શુક્લાએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ બધી ટુર કોવિડ નિયમો ને ધ્યાન માં રાખીને આયોજીત કરી છે. આ બધી ટુરિસ્ટ ટ્રેનો (Bharat Darshan Tour) રાજકોટ થી ઉપડશે અને રાજકોટ પરત આવશે. આ ટુર પેકેજો માં ભોજન (ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી અને જાહેરાત-માહિતી માટે અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહિતી માટે લોગ ઇન કરો www.irctctourism.com અથવા સંપર્ક કરો 079-26582675,8287931718,8287931634,9321901849, 9321901851,9321901852. મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની IRCTC ઓફિસ થી તથા અધિકૃત એજન્ટો પાસેથી પણ ટિકીટ બુક કરાવી શકે છે.

શ્રી વાયુનંદન શુક્લાએ આગ્રહ પણ કર્યો કે મુસાફરોને “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવા અને વહેલી તકે રસીકરણ કરાવવા અને કોવિડથી સુરક્ષિત રહેવા વિનંતી છે. મુસાફરોની સલામતી માટે, પ્રવાસ શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, અને “આરોગ્ય-સેતુ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. ટ્રેનમાં સરળ દવાઓ ઉપલબ્ધ થશે અને જો જરૂર પડે તો માંગ મુજબ નજીકના સ્ટેશન પર રેલ્વે ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર બીમાર પડે છે, તો એક અલગ કમ્પાર્ટમેન્ટ ની વ્યવસ્થા રહેશે. મુસાફરોને સુખદ યાત્રા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.

Whatsapp Join Banner Guj

ટ્રેનની માહિતી :-

મુસાફરીની તારીખ, દર્શન સ્થળ અને પેકેજ ખર્ચ વિગતવાર :-

(1) પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન
પ્રવાસની વિગતોમુસાફરીની તારીખદર્શન સ્થળપેકેજ ટેરિફ
  ઉત્તર દર્શન પિલગ્રીમ સ્પે.  28.08.2021  થી 05.09.2021ઉજ્જૈન, મથુરા , હરિદ્વાર , ઋષિકેશ , અમૃતસર , વૈષ્ણોદેવી.Rs.8,505/- STANDARD CLASS  Rs.14,175/- COMFORT CLASS
સાઉથ દર્શન પિલગ્રીમ સ્પે.11.12.2021  થી 22.12.2021રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુરRs.11,340/- STANDARD CLASS   Rs.18,900/- COMFORT CLASS
રામ જન્મભૂમિ સાથે છપૈયા પિલગ્રીમ સ્પે.ટુરિસ્ટ ટ્રેન25.12.2021 થી 01.01.2022અયોધ્યા, છપૈયા, વારાણસી(કાશી), પ્રયાગરાજRs.7,560/- STANDARD CLASS   Rs.12,600/- COMFORT CLASS
(2) ભારત દર્શન સ્પે.ટુરિસ્ટ ટ્રેન
પ્રવાસની વિગતોમુસાફરીની તારીખદર્શન સ્થળપેકેજ ટેરિફ
સાઈ દર્શન મહાબળેશ્વર સાથે ગોવા (WZBD304)26.09.2021  થી 04.10.2021શીરડી, નાશિક (શનિ સીગ્નાપુર), પુણે(મહાબળેશ્વર) , ગોવાRs.8,505/- STANDARD CLASS Rs.10,395/- COMFORT CLASS
સાઉથ દર્શન (WZBD302A)02.11.2021  થી 13.11.2021રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુરRs.11,340/- STANDARD CLASS  Rs.13,860/- COMFORT CLASS
હરિહર ગંગે સ્પે. ટુરિસ્ટ ટ્રેન (WZBD303)16.11.2021  થી 27.11.2021પુરી, કોલકાતા, ગયા,ગંગાસાગર, વારાણસી(કાશી), પ્રયાગરાજ, ઉજ્જૈનRs.11,340/- STANDARD CLASS  Rs.1૩,860/- COMFORT CLASS

IRCTC રિજનલ ઓફીસ અમદાવાદ દ્વારા એર ટૂર પેકેજો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ થયેલ લોકડાઉન પૂર્ણ થયા બાદ અને ફરીથી એરલાઈન્સ ને મંજૂરી આપવામાં આવી છે, ત્યારબાદ IRCTCએ વિવિધ સ્થળોએ હવાઇ મુસાફરીની યોજના શરૂ કરી છે, જે આગામી મહિનાના ઓગસ્ટ 2021 થી માર્ચ 2022 માં અમદાવાદથી રવાના થશે અને તમામ ટૂર પેકેજોમાં હવાઈ મુસાફરી તેમજ રાત્રિ રોકાણ માટે 3 સ્ટાર હોટલ અને પર્યટન સ્થળોએ મુસાફરી કરવા માટે AC/NON AC ટ્રાન્સપોર્ટ સામેલ છે.

જેની વિગતો નીચે મુજબ છે: –

પ્રવાસની વિગતોપ્રવાસના દિવસોટુરિસ્ટ સ્થળ
લેહ લદાખ ની સાથે તુર્તુક6N/7Dલેહ – શામ વેલી- નુબ્રા- તુર્તુક- પેંગોંગ-લેહ
અંદમાન5N/6Dહૈવલોક, નીલ, પોર્ટ બ્લેર
કર્ણાટક5N/6Dબેંગ્લોર, મૈસુર, ઉટી
નોર્થ-ઇસ્ટ5N/6Dબાગડોગરા -ગંગટોક-દાર્જિલિંગ-સીલીગુરી-બાગડોગરા
સિમલા – મનાલી6N/7Dચંડીગઢ-સિમલા-મનાલી- ચંડીગઢ
કાશ્મીર5N/6Dશ્રીનગર-સોનમર્ગ-પહલગામ-ગુલમર્ગ
કેરળ5N/6Dકોચી, મુન્નાર, થેકકડી, કુમારકોમ

કોવિડ પ્રોટોકોલને પગલે IRCTC ના રિજનલ મેનેજર શ્રી વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, આજે કોવિડને ધ્યાનમાં રાખીને, RTPCR ટેસ્ટ હવાઈ મુસાફરી દરમિયાન ફરજિયાત છે. ઉપરોક્ત તમામ પ્રવાસમાં મુસાફરોની સલામતી માટે પ્રવાસ શરૂ કરતા પહેલા એરપોર્ટ દ્વારા નીતિ અને નિયમોનું પાલન કરવું પડશે અથવા ” આરોગ્ય-સેતુ” એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી કરવામાં આવશે જેથી મુસાફરોને એક સુખદ પ્રવાસ મળી શકે. મુસાફરોએ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ.” અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.

આ પણ વાંચોઃ Dilip kumar: પીઢ અભિનેતા દિલીપ કુમારના ચાહકો માટે માઠા સમાચાર, ફરી એક વખત હોસ્પિટલ દાખલ કરાયા- વાંચો વધુ વિગત