Ticket window 4 edited

Discount on Current booking: રેલવે દ્વારા મુસાફરોને કરંટ રિઝર્વેશન ટિકિટ પર 10% નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Discount on Current booking: મુસાફરો માટે વર્તમાનમાં અમદાવાદ મંડળ પર કરંટ આરક્ષણ બુકિંગ સુવિધા ઉપલબ્ધ


અમદાવાદ ,૧૭ ઓગસ્ટ: Discount on Current booking: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળથી વર્તમાનમાં 75 જેટલી વિશેષ પેસેન્જર ટ્રેનો મંડળના ત્રણ ક્ષેત્રો પર કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ કોવિડ સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવામાં આવી રહી છે, જેમાં મોટાભાગની પેસેન્જર ટ્રેનોમાં તમામ શ્રેણીમાં યાત્રી આરક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. 

આ માહિતી આપતાં મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું કે, જે પણ કોવિડ -19 સ્પેશિયલ ટ્રેનોમાં આરક્ષણ ઉપલબ્ધ છે તે ટ્રેનોમાં ચાર્ટ બન્યા બાદ ખાલી સીટો પર મુસાફરો ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા સુધી કરંટ બુકિંગથી આરક્ષણ મેળવીને તેમની મુસાફરી સુખદ બનાવી શકે છે. રેલવે દ્વારા મુસાફરોને કરંટ રિઝર્વેશન ટિકિટ (Discount on Current booking) પર 10% નું વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Train schedule: वाराणसी-अहमदाबाद एवं दरभंगा-अहमदाबाद स्पेशल ट्रेनों के समय में आंशिक बदलाव

અમદાવાદ સ્ટેશન પર તારીખ 01 ઓગસ્ટથી 16 ઓગસ્ટ 2021 દરમિયાન કુલ 8528 મુસાફરોને (Discount on Current booking) કરંટ રિઝર્વેશન પ્રદાન કરીને રેલવે દ્વારા લાભાર્થી બનાવવામાં આવ્યા. જેના દ્વારા રેલવે ને 23 લાખ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી.  અમદાવાદ સ્ટેશનથી ઉપડતી 40 થી વધુ ટ્રેનોમાં અને અન્ય 150 થી વધુ  ટ્રેનોમાં કરંટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. મંડળ પર અમદાવાદ સ્ટેશન ઉપરાંત સાબરમતી, મણિનગર અને ચાંદલોડિયા સ્ટેશન પર પણ કરંટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.

Whatsapp Join Banner Guj