Goa Shigmo Festival

Goa Shigmo Festival: હોળીની રજાઓમાં જાઓ ગોવા ‘શિગ્મો ફેસ્ટિવલ’માં, આ રીતે કરો ટ્રિપ પ્લાન

Goa Shigmo Festival: શિગ્મો એ પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક કાર્નિવલનું મિશ્રણ છે

whatsapp banner

ટ્રાવેલ ડેસ્ક, 19 માર્ચઃ Goa Shigmo Festival: ગોવામાં હોળીને ‘શિગ્મો ફેસ્ટિવલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ 14 દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવ દશેરાના દિવસે દુશ્મનો સાથે લડાઈ કરીને હોળીના દિવસે ઘરે પરત ફરેલા એ યોદ્ધાઓની યાદમાં ઉજવવામાં આવે છે. શિગ્મો એ પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક કાર્નિવલનું મિશ્રણ છે.

અમદાવાદથી ગોવા જવા માટે મુખ્ય 4 ફેસ્ટિવલ ટ્રેન ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે ગોવામાં ઉજવાતા ‘શિગ્મો ફેસ્ટિવલ’ની મજા માણી શકો.

આ પણ વાંચોઃ Rohan Gupta: કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ- જાણો શું છે મામલો?

  • TEN FESTIVAL SPL : ટ્રેન નંબર-09424 અમદાવાદથી 9:30 AM ઉપડે છે અને રાત્રે 01:50 AM વાગ્યે મડગાંવ પહોંચાડે છે. લગભગ 16-17 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન 1208 કિમી અંતર કાપે છે. આ ટ્રેન ફક્ત સોમવારે જ ચાલે છે.
  • MYS FESTIVL SPL : ટ્રેન નંબર-06209 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1102 કિમી અંતર કાપે છે. આ ટ્રેન રવિવાર તેમજ શુક્રવારના રોજ ચાલે છે.
  • FESTIVAL SPECIAL : ટ્રેન નંબર-06505 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1102 કિમી અંતર કાપે છે. આ ટ્રેન મંગળવારના રોજ સેવા આપે છે.
  • SBC FESTIVL SPL : ટ્રેન નંબર-06507 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1101 કિમી જેટલું અંતર કાપે છે. આ ટ્રેન ગુરુવારે અને શનિવારે સેવા આપે છે.

આ પણ વાંચોઃ Congress And AAP MLA join BJP: ગુજરાતમાં ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરીયા કર્યા ધારણ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો