Rohan Gupta

Rohan Gupta: કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ- જાણો શું છે મામલો?

Rohan Gupta: રોહન ગુપ્તાએ કે, ‘હું ચૂંટણી લડવા માંગતો હતો, પણ મને હેરાન કરવામાં આવ્યો છે.

whatsapp banner

અમદાવાદ, 19 માર્ચઃ Rohan Gupta: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા રાજકીય પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ મચી ગયો છે.

કોગ્રેસ નેતા રોહન ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના કેટલાક નેતા ગદ્દારીના સંદેશ મોકલે છે. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા છતા પક્ષ સાથે છું. મને હેરાન કરવા શીખામણ આપવાની કોઈ જરૂર નથી. હિંમતસિંહ પટેલે મારા પર વિશ્વાસ મુક્યો છે.’

આ પણ વાંચોઃ Congress And AAP MLA join BJP: ગુજરાતમાં ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરીયા કર્યા ધારણ- વાંચો વિગત

ચૂંટણી ન લડનાવનું કારણ જણાવતા રોહન ગુપ્તાએ કે, ‘હું ચૂંટણી લડવા માંગતો હતો, પણ મને હેરાન કરવામાં આવ્યો છે. મેં ચૂંટણી લડવાની ઈમાનદારીથી તૈયારી કરી હતી. મુશ્કેલ બેઠક પર ચૂંટણી લડવાની ટિકિટ સ્વીકારી હતી. મારા પિતા હું ચૂંટણી લડુ તેવું નહોતા ઈચ્છતા. મારા પિતાને કોંગ્રેસના કેટલાક લોકો ઉશ્કેરતા હતા. ચૂંટણી લડવા મુદ્દે મેં મારા પિતાને સમજાવ્યા હતા. મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે. પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથી.’

આ પણ વાંચોઃ Anjar: અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાડનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો