Effective Drink For Health

Effective Drink For Health: મિક્સ ઋતુમાં બીમારીથી બચાવશે આ ડ્રિંક, જાણો રોજ પીવાથી થતા ફાયદા

Effective Drink For Health: બદલાતી સીઝનમાં અસ્થમા, સાઈનાઈટિસ અને એલર્જીની સમસ્યાથી બચવું છે તો ડ્રિંકને મહિના સુધી પીવો

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 19 માર્ચઃ Effective Drink For Health: છેલ્લા થોડા દિવસોથી ટેમ્પરેચર વધતુ જઈ રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધુ છે. બદલાતી સીઝનમાં બીમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને જે લોકોની ઈમ્યૂનિટી કમજોર હોય છે. અને એવા લોકો જે ખાસ પ્રકારની બીમારીઓના પ્રતિ સેન્સિટિવ હોય છે. એવા લોકો માટે આયુર્વેદમાં એક ખૂબ જ અસરકારક ડ્રિંક જણાવવામાં આવી છે. જેને પીવાથી સ્થૂળતા અને થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.

બદલાતી સીઝનમાં અસ્થમા, સાઈનાઈટિસ અને એલર્જીની સમસ્યાથી બચવું છે તો ડ્રિંકને મહિના સુધી પીવો. આ ડ્રિંકને બનાવવા માટે બે લીટર પાણીમાં એક ચપટી સુઠ એટલે ડ્રાય જિંજર પાઉડર નાખી ઉકાળી લો. આ ડ્રિંકને આખો દિવસ થોડુ થોડુ પીવો. તેનાથી શરીરમાં થઈ રહેલો કફ દૂર થશે. 

આ પણ વાંચોઃ Goa Shigmo Festival: હોળીની રજાઓમાં જાઓ ગોવા ‘શિગ્મો ફેસ્ટિવલ’માં, આ રીતે કરો ટ્રિપ પ્લાન

અસ્થમા, એલર્જીના ઉપરાંત સુંઢથી બનેલી આ ડ્રિંકને વેટ લોસ, પીસીઓડી અને થાઈરોઈડની સમસ્યામાં પણ પી શકાય છે. આ વેટ લોસમાં મદદ કરે છે. 

આ ડ્રિંક પીતી વખતે રાખો ખાસ ધ્યાન 

  1. સુંઠથી બનેલી આ ડ્રિંકને એસિડિટીના દર્દીએ બિલકુલ ન પીવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે. 
  2. ત્યાં જ આ ડ્રિંક ફક્ત ગરમી શરૂ થાય તે પહેલા સુધી જ પીવો. ગરમી શરૂ થયા બાદ તેને પીવાની બંધ કરી દો. 
  3. તેની સાથે જ સુંઢથી બનેલી આ ડ્રિંક એક દિવસના અંતર પર પીવો. જેનાથી શરીરમાં બેલેન્સ બની રહે. 

આ પણ વાંચોઃ Rohan Gupta: કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ- જાણો શું છે મામલો?

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો