Jamnagar-Vadodara Intercity Express: જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને હવે કોઈ અસર થશે નહીં

Jamnagar-Vadodara Intercity Express: વડોદરા ડિવિઝનમાં લેવાયેલ બ્લોક રદ: 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસને હવે કોઈ અસર થશે નહીં

રાજકોટ, 30 જાન્યુઆરીઃ Jamnagar-Vadodara Intercity Express: અનિવાર્ય કારણોસર, પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલ બ્લોક રદ કરવામાં આવ્યો છે.

આ બ્લોક રદ થવાને કારણે ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ અસર થશે નહીં.

આ બંને ટ્રેનો હવે અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ થવાને બદલે તેમના નિર્ધારિત સમયપત્રક મુજબ વડોદરા સુધી દોડશે.

આ પણ વાંચો… Surat City Road Safety: સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક; 985 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો