Encounter

Naxal Attack in Chhattisgarh: છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, ત્રણ જવાન શહીદ

Naxal Attack in Chhattisgarh: નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 14 સુરક્ષાકર્મીઓ ઘાયલ

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ Naxal Attack in Chhattisgarh: છત્તીસગઢમાં આજે મોટો નક્સલી હુમલો થયો છે. વાસ્તવમાં અહીં સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં નક્સલવાદીઓએ CRPF કેમ્પને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં અત્યાર સુધીમાં 03 જવાનો શહીદ થયા છે. અન્ય 14 જવાનો ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

સુરક્ષા દળોએ પણ માઓવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી. સુરક્ષા દળોના વધતા દબાણને જોઈને માઓવાદીઓ જંગલની આડમાં ભાગી ગયા. જો કે આ અથડામણમાં ગોળી લાગવાથી 3 જવાન શહીદ થયા હતા. જ્યારે 14 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો… Jamnagar-Vadodara Intercity Express: જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને હવે કોઈ અસર થશે નહીં

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો