Canceled Train Updates: વડોદરા-ગેરતપુર સેક્શન વચ્ચે બ્રિજ નિર્માણ કાર્યના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

યાત્રિયો માટે નવી અપડેટઃ અનિવાર્ય કારણોસર બ્લોક રદ થવાને કારણે, ઉપરોક્ત તમામ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અને રૂટ પર દોડશે.

વડોદરા, 30 જાન્યુઆરી: Canceled Train Updates: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરીયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) નિર્માણ કાર્ય હેતુ બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો આ રીતે છે :-

31 જાન્યુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

01 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
  5. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ

આ પણ વાંચો:- Train Schedule Changed: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024 ના રોજ આશિંક રૂપે રદ્દ થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંકરૂપે રદ્દ રહેશે.
  2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
  3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.
  4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આશિંક રૂપે રદ્દ રહેશે.

રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનો:

  1. 29 જાન્યુઆરી 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  2. 30 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  3. 31 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
  4. 31 જાન્યુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  5. 31 જાન્યુઆરી 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નં. 12477 જામનગર-શ્રી વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  6. 31 જાન્યુઆરી 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે.
  7. 31 જાન્યુઆરી 2024 ના રોજ વારાણસીથી ચાલનારી ટ્રેન નં. 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 03 કલાક રેગ્યુલેટ થશે.
  8. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ ગાંધીનગરથી ચાલનારી ટ્રેન નં. 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વન્દે ભારત એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  9. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે.
  10. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે.
  11. 02 અને 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  12. 04 ફેબ્રુઆરી 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નં. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 02 કલાક રેગ્યુલેટ થશે.
  13. 01 ફેબ્રુઆરી 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નં. 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના વિશે વિગતવાર જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને નિરીક્ષણ કરી શકશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો