Cancel train

Okha-Shalimar train canceled: 10મી ડિસેમ્બર ની ઓખા-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ

Okha-Shalimar train canceled: નાગપુર ડિવિઝનમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 10મી ડિસેમ્બર ની ઓખા-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ, 06 નવેમ્બર: Okha-Shalimar train canceled: દક્ષિણ પૂર્વ રેલવેના નાગપુર ડિવિઝનમાં સ્થિત રાજ નંદગાંવ-કલમના સેક્શનમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-શાલીમાર અને શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનની એક-એક ટ્રીપ રદ કરવામાં આવી છે. 10મી ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ અને 12મી ડિસેમ્બર, 2023ના રોજ શાલીમારથી ચાલતી ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- Pratapnagar-Jobt Train: પ્રતાપનગર-જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો