Pratapnagar Jobt Train

Pratapnagar-Jobt Train: પ્રતાપનગર-જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત

Pratapnagar-Jobt Train: સંસદસભ્ય ગુમાન સિંહ ડામોરએ જોબટથી બતાવી લીલી ઝંડી

  • પ્રતાપનગર થી અલીરાજપુર વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેન જોબટ સુધી વિસ્તૃત

વડોદરા, 05 ડિસેમ્બરઃ Pratapnagar-Jobt Train: પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર-જોબટ ના નવનિર્મિત રેલવે ખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

સંસદસભ્ય ગુમાન સિંહ ડામોરએ જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને રવાનગી સંકેત દેખાડી રવાના કરી. આ રીતે હવે વડોદરા થી જોબટ સુધી સીધી રેલવે સેવાની શરૂઆત થઈ ગઈ છે. દરરોજ ચાલનારી આ વિસ્તૃત ટ્રેનનું વિગતવાર વર્ણન આ પ્રકારે છે:

  1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર-જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બરથી પ્રતાપનગરથી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.
  2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ-પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી જોબટ થી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઈ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબૂગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટા ઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.

આ પણ વાંચો… Okha-Puri Express Route Changed: ઓખા-પુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Gujarati banner 01
Bannerદેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો