train coach

Rajkot Division train schedule: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સંચાલન સમય માં આંશિક ફેરફાર

Rajkot Division train schedule: 15 મે થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સંચાલન સમય માં આંશિક ફેરફાર

whatsapp banner

રાજકોટ, 09 મે: Rajkot Division train schedule: મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફારો કરી રહી છે. વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો:- Akshay Tritiya Muhurt: અખાત્રીજ પર બન્યો ગજકેસરી રાજયોગ, જાણો તેની અસર, શુભ મુહૂર્ત- વિધિ

  1. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન સમય 21:55 કલાકના બદલે 21:45 કલાકે ઉપડીને, સુરેન્દ્રનગર 00.01 કલાકે, થાન 00.30 કલાકે, વાંકાનેર 00.58 કલાકે, રાજકોટ 01.45 કલાકે, ભક્તિનગર 02.10 કલાકે અને વેરાવળ 05.45 કલાકે પહોંચશે.
  2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર થી તેના નિર્ધારિત સમય 10:35 કલાકના બદલે 10:30 કલાકે ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય માં કોઈ ફેરબદલ નથી.
  3. ટ્રેન નં. 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે ઉપડીને ભક્તિનગર 00.54 કલાકે, રાજકોટ 01.08 કલાકે, વાંકાનેર 01.50 કલાકે, થાન 02.14 કલાકે, સુરેન્દ્રનગર 02.54 કલાકે અને ગાંધીનગર 05:40 કલાકે પહોંચશે.
  4. ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન જૂનાગઢ 23.21 કલાકે અને રાજકોટ 02.10 કલાકે પહોંચશે.
  5. ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ માં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટ 00.50 વાગ્યે અને ભક્તિનગર 01.25 વાગ્યે પહોંચશે.
  6. ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ માં માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન 02.11 કલાકે ભક્તિનગર અને 02.40 કલાકે રાજકોટ પહોંચશે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરંચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
BJ ads 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો