LT finance

L&T Finance Ltd: એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી

L&T Finance Ltd: કંપનીએ ‘Kum Nahi, Complete’ ટેગલાઇન સાથે મહત્વની ઓફરિંગ્સ દર્શાવતી ત્રણ ટીવી કમર્શિયલ્સ પણ રજૂ કરી છે

whatsapp banner
  • L&T Finance Ltd: ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ, સમર્પિત રિલેશનશિપ મેનેજર અને હોમ ડેકોર ફાઇનાન્સ ઓફર કરે છે

અમદાવાદ, 09 મે: L&T Finance Ltd: અગ્રણી રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ગ્રાહકો માટે ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી છે જે તેમને પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન પૂરું કરવાની જરૂરિયાતો માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે.

હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયર લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં ફ્લેક્સિબિલિટી તથા સુગમતા પૂરી પાડવાનો છે. ડિજિટાઇઝ પ્રોસેસ ટેકનોલોજીની મદદ સાથે લોન મેળવવાની સફરને સરળ બનાવે છે. સમર્પિત રિલેશનશિપ મેનેજર સમગ્ર લોન પ્રક્રિયામાં ગ્રાહક માટે પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ બની રહે છે જે સરળ અને સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો:- Akshay Tritiya Muhurt: અખાત્રીજ પર બન્યો ગજકેસરી રાજયોગ, જાણો તેની અસર, શુભ મુહૂર્ત- વિધિ

પોતાની લેટેસ્ટ ઓફરિંગને પ્રમોટ કરવા માટે કંપનીએ ત્રણ નવા ટીવી કમર્શિયલ્સ લોન્ચ કર્યા છે. આ કમર્શિયલ્સ રમૂજ અને સંબંધિત પરિસ્થિતિનું ચતુરાઈપૂર્વક મિશ્રણ કરે છે અને તેની ટેગલાઇન છે ‘Kum Nahi, Complete’. પહેલી ટીવી કમર્શિયલ હોમ ડેકોર ફાઇનાન્સને રજૂ કરે છે જ્યારે બીજી અને ત્રીજી કમર્શિયલ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને સમર્પિત રિલેશનશિપ મેનેજર જેવા લાભો દર્શાવે છે.

આ પ્રસંગે એલટીએફના અર્બન ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ સંજય ગરયાલીએ જણાવ્યું હતું કે “અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે અને ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ના લોન્ચ દ્વારા અમારું મુખ્ય લક્ષ્યાંક અંડર-કન્સ્ટ્રક્શન અને રેડી એમ બંને પ્રકારની પ્રોપર્ટીઝ માટે નવી હોમ લોન ઇચ્છતા નવા ઘર ખરીદનારાઓ છે. ગ્રાહક વર્તણૂંકને સમજીને અમે રિસર્ચ આધારિત પ્રપોઝિશન ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ઓફર કરતાં ગર્વ અનુભવીએ છીએ જેનું ધ્યેય ગ્રાહકોને સર્વાંગી સોલ્યુશન્સ પૂરા પાડવાનું છે. ઉપર જણાવેલી વિશેષતાઓ ઉપરાંત પેપરલેસ પ્રોસેસિંગ, ઝંઝટમુક્ત ડોક્યુમેન્ટેશન અને શ્રેષ્ઠ સર્વિસ સ્ટાન્ડર્ડ્સ તથા આકર્ષક વ્યાજ દરો જેવા મૂલ્યવર્ધિત ફીચર્સ પણ અમે રજૂ કર્યા છે.

અમે માનીએ છીએ કે અમારા વિશેષ રીતે તૈયાર કરાયેલા સોલ્યુશન્સ ગ્રાહકોને તેમની વધારાની હોમ ડેકોર જરૂરિયાતો માટે સરળતાથી ફાઇનાન્સ મેળવવામાં મદદ કરશે. અમારી ઓફરિંગ દ્વારા અમે અમારા ગ્રાહકોને સરળતાથી રહેવા માટે તેઓ હકદાર છે તેવી ફ્લેક્સિબિલિટી અને સુગમતા પૂરી પાડવા માટે સક્ષમ બનીશું.”

BJ ads

એલટીએફના ચીફ માર્કેટિંગ ઓફિસર કવિતા જગતિયાનીએ જણાવ્યું હતું કે “હોમ લોનની વાત આવે ત્યારે ગ્રાહકો તેમની તમામ ધિરાણને લગતી જરૂરિયાતો સંતોષવા માટે વન-સ્ટોપ સોલ્યુશન્સ ઇચ્છતા હોય છે પરંતુ છેવટે ઓછાથી જ સંતોષ માની લે છે. એલટીએફની ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ તેમની જરૂરિયાતોને પૂરી કરીને અને હોમ ડેકોર ફાઇનાન્સ, ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર જેવા લાભોને ભેગા કરીને ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષશે.

આથી, અમે ‘Kum Nahi, Complete’નું પ્રપોઝિશન રજૂ કર્યું છે. અમે રમૂજી અભિગમ અપનાવીને અમારી ઓફરિંગ્સને કમ્યૂનિકેટ કરવા માટે અમારી ટીવી કમર્શિયલ્સ લોન્ચ કરી છે અને અમે માનીએ છીએ કે અમે ગહન સ્તરે ઓડિયન્સ સાથે કનેક્ટ કરી શકીશું અને હોમ લોન્સને વધુ એક્સેસીબલ બનાવી શકીશું.”

કેમ્પેઇનના ભાગરૂપે કંપની આઈપીએલના કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સ પૈકીની એક બની છે અને ટીવી કમર્શિયલ્સ આઈપીએલ મેચ દરમિયાન જિઓ સિનેમા (કનેક્ટેડ ટીવી) પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યા છે. કંપની ચૂંટણીના પરિણામો પહેલા અને મતદાનના દિવસો દરમિયાન અગ્રણી ન્યૂઝ ચેનલો પર જાહેરાત આપશે. કંપનીએ વિવિધ સોશિયલ મીડિયા ચેનલ્સ પર ડિજિટલ કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે.

આ ઉપરાંત, એલટીએફ બ્રાન્ડ અમદાવાદ અને ભારતના અન્ય અનેક શહેરોમાં આઉટડોર હોર્ડિંગ્સ પર રજૂ થઈ રહી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *