Delhi Train Accident

Delhi Train Accident: દિલ્હી માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં, દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે

Delhi Train Accident: દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર નજીક આજે સવારે 11:52 વાગ્યે એક રેલવે દુર્ઘટના સર્જાઈ

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Delhi Train Accident: દિલ્હીમાં જખીરા ફ્લાયઓવર નજીક આજે સવારે 11:52 વાગ્યે એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. માલગાડીના 10 ડબા પાટા પરથી નીચે ઉતરી પડ્યાં હતાં. મળતી માહિતી મુજબ રેલવે અને ફાયરબ્રિગેડની ઘટના સ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી ગઇ હતી.

આ પણ વાંચોઃ Badminton Asia Championship: બેડમિન્ટન ટીમ પહેલીવાર એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચીને રચ્યો ઈતિહાસ

આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ખડી પડેલાં ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો