Badminton Asia Championship

Badminton Asia Championship: ભારતીય બેડમિન્ટન ટીમ પહેલીવાર એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચીને રચ્યો ઈતિહાસ

Badminton Asia Championship : ફાઇનલમાં ભારતનો સામનો થાઇલેન્ડ સામે થશે અને આ ટાઇટલ મેચ આવતીકાલે રમાશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ Badminton Asia Championship : બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કર્યું ન હતું. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઈતિહાસ રચ્યો છે.

આજે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતની 17 વર્ષીય ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ બે વખતની ચેમ્પિયન જાપાની જોડીને 3-2થી હરાવી હતી. આ સાથે ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

આ પણ વાંચોઃ Kutch Border Tourism: રણ બાદ સરકાર હવે પ્રવાસીઓને ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરવા લઈ જશે- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ વખત આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા, ન તો પુરૂષોની ટીમ અને ન તો મહિલા ટીમ આવું કરી શકી હતી. ત્રિશા અને ગાયત્રીની જોડીએ વિશ્વની 6 નંબરની જોડી અને પૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શિડા અને માત્સુયામાને 21-17, 16-21, 22-20થી હરાવી હતી. ફાઇનલમાં ભારતનો સામનો થાઇલેન્ડ સામે થશે અને આ ટાઇટલ મેચ આવતીકાલે રમાશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો