raj kumar santoshi

Rajkumar Santoshi Cheque Return Case: રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો શું છે કારણ?

Rajkumar Santoshi Cheque Return Case: જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ચેક રિટર્ન થવાની ફરિયાદ કરાઈ હતી, 1.1 કરોડના 10 ચેક રિટર્ન થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

બોલિવુડ ન્યુઝ, 17 ફેબ્રુઆરીઃRajkumar Santoshi Cheque Return Case: બોલિવુડ ના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચેક રિટર્ન થવાના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ચેક રિટર્ન થવાની ફરિયાદ કરાઈ હતી. 1.1 કરોડના 10 ચેક રિટર્ન થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

વાત એમ છે કે, જામનગરના જાણીતા ઉધોગપતિ અને શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક એચ.લાલને ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી કે જે ધાયલ, દામીની જેવી હીટ ફિલ્મો બનાવેલ છે તેની સાથે મિત્રતા થતા અશોકભાઈએ રાજકુમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂરત પડતા રૂપિયા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા.જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષી એ 10 લાખ નો ચેક આપ્યો હતો.

આ પણ વાંચોઃ Delhi Train Accident: દિલ્હી માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાં, દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે

જે ચેક નકકી કરેલ સમયમર્યાદામાં ફરીયાદીએ બેંકમાં ડીપોઝીટ કરતા તમામ ચેક ફંડસ ઈફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના વકીલ પીયુપ વી. ભોજાણી દ્વારા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ તથા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ આઈ.પી.સી. 408 તથા 402 મુજબ લીગલ નોટીસ ફટકારી તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચુકવવામાં ન આવતા ના છુટકે ફરીયાદીએ પોતાના કુલ મુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને 2017 ની સાલમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો