Ahmedabad station

Train Schedule Changed: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Train Schedule Changed: 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

રાજકોટ, 30 જાન્યુઆરીઃ Train Schedule Changed: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છેઃ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Hemant Soren Missing: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ગુમ, EDનું સર્ચ ઓપરેશન જારી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો