elon musk

Chip Implant in The Human Brain: માનવ મગજમાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવી ચિપ, જાણો એનાથી ફાયદો થશે કે નુકસાન

Chip Implant in The Human Brain: જે વ્યક્તિમાં ચિપ લગાવવામાં આવી છે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે: ઈલોન મસ્ક

બિજનેસ ડેસ્ક, 30 જાન્યુઆરીઃ Chip Implant in The Human Brain: દુનિયામાં હવે દરરોજ એક નવી ટેક્નોલોજી વિકસી રહી છે. ત્યારે હવે આ ટેક્નોલોજી એક સ્તર ઉપર તરફ લઈ જવાનું કામ ઈલોન મસ્ક દ્વારા થઈ રહ્યું છે. આ સંદર્ભે ઈલોન મસ્કની ન્યૂરાલિંકની કંપનીને તેની પ્રથમ સફળતા મળી છે.

ઈલોન મસ્કએ જાહેરાત કરી છે કે, માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રથમ ટેસ્ટ સફળ રહ્યો છે. ઈલોન મસ્કની કંપની ન્યૂરાલિંકને આ સફળતા મળી છે. મસ્કે કહ્યું છે કે જે વ્યક્તિમાં ચિપ લગાવવામાં આવી છે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

આ ચિપ્સની મદદથી, વિકલાંગ લોકો કે જેઓ ચાલી શકતા નથી, બોલી શકતા નથી અથવા જોઈ શકતા નથી તેઓ ફરીથી અમુક અંશે સારૂં જીવન જીવી શકશે. ચિપની મદદથી, ન્યુરલ સિગ્નલ કમ્પ્યુટર અથવા ફોન જેવા ઉપકરણોમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. જેથી વિકલાંગ લોકોમાં રહેલ મગજને સારી રીતે ઉપયોગમાં લાવીને તેમને સારુ જીવન જીવવામાં મદદ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ગયા વર્ષે મે મહિનામાં માનવ મગજમાં ચિપ લગાવવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો… Train Schedule Changed: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો