Surat collector meeting

Surat collector: સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ‘ભારતીય સંવિધાન દિવસ’ અંતર્ગત અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા

Surat collector: કોરોનાની કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૬ નવેમ્બર:
Surat collector: સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારીડી.એસ.ગઢવીના વડપણ હેઠળ પલસાણા તાલુકા પંચાયત ખાતે કોરોના બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આર.સી.એચ.ઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ભારતના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે પલસાણા તાલુકા પંચાયત હોલમાં સર્વે અધિકારીઓએ આજ રોજ ‘સંવિધાન દિવસ’ ના શપથ પણ ગ્રહણ કર્યા હતા.

આ પણ વાંચો…Harsh Sanghvi visited the youth preparing for police recruitment: ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેજો: સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરો: ગૃહરાજ્યમંત્રી

કોરોના કપરાકાળમાં સૌ ડોકટરઓ, અધિકારીઓએ સાથે મળીને મળેલી કરેલી કામગીરીને બિરદાવીને આગામી સમયમાં પણ સંભવિત ત્રીજી લહેરમાં પૂરતા તકેદારીના પગલા લેવા માટેના જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે તાલુકામાં પી.એચ.સી. અને સી.એચ.સી.માં ડોકટર, નર્સિંગ સ્ટાફની સ્થિતિ, ઓકિસજન ટેન્ક, પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડની સંખ્યા, એમ્બ્યુલન્સ વાન બાબતેની વિગતવાર માહિતી મેળવી હતી.

Whatsapp Join Banner Guj