3 policemen suspended

3 policemen suspended: પોલીસ જીપમાં ડાન્સ કરતા ત્રણેય જવાન સસ્પેન્ડ થયા, જુઓ વીડિયો

3 policemen suspended: વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપી દ્વારા એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ 3 policemen suspended: ગુજરાત પોલીસના ધજ્જિયા ઉડાવતો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. જેમાં પોલીસ વર્દી પહેરેલા કેટલાક ઓફિસર પોલીસ જીપમાં સવાર થઈને ગીત પર ઝૂમી રહ્યા છે. જોકે, પોલીસ જવાનોને આ રીતે તાગડધિન્ના કરવુ ભારે પડ્યુ હતું. વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપી દ્વારા એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

એક વીડિયોમાં ચાર પોલીસ કર્મીઓ કારમાં સવાર થઈને યુનિફોર્મ પહેરીને એક ગીત પર ઝૂમી રહ્યાં છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યુ કે, જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરી કચ્છના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ ત્રણેય જવાન સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજર આવ્યા હતા. તેઓ કારમા હાથ હલાવીને ઝૂમી રહ્યા હતા. 

વર્દી પહેરેલા જવાનો આ રીતે ઝૂમી ડાન્સ કરે તે ખાખીને શોભે તેવી વાત ન હતી. જોકે, આ વીડિયો ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવતા જ તાત્કાલિક પગલા લેવાયા હતા. ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ત્રણેય જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા હતા. 

આ પણ વાંચોઃ Pradeep Raj Passes away: આ જાણીતા અભિનેતાનું કોરોનાના કારણે નિધન, ચાહકો શોકમાં..

Gujarati banner 01