crime

4 Murders in Amdavad: છેલ્લા 48 કલાકમાં જ અમદાવાદ શહેરમાં હત્યાની 4 ઘટના સામે આવી- વાંચો વિગત

4 Murders in Amdavad: નવરંગપુરા, દાણીલીમડા,વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાના બનાવ બન્યા છે

whatsapp banner

અમદાવાદ, 25 એપ્રિલઃ 4 Murders in Amdavad: ગુજરાતનું આર્થિક કેપીટલ અમદાવાદ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં 4 હત્યાની ઘટનાઓ બની છે. નવરંગપુરા, દાણીલીમડા,વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાના બનાવ બન્યા છે.સતત વધી રહેલી હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો:- Dough in Fridge: તમને પણ ફ્રીજમાં બાંધેલો લોટ મૂકવાની ટેવ છે? તો જાણી કેટલા સમય માટે મૂકી શકાય

  1. પૂર્વમાં ઠક્કરનગર નજીક કેવડાજીની ચાલીમાં હત્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની હત્યા થઇ છે. ઠક્કરનગરના કેવડાજીની ચાલીમા બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  2. અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટના બની હતી. રાધા કૃષ્ણ મંદિર મામલે એકજ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા લીલી બેન ભરવાડ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
  3. દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિસ્મિલા હોટલની પાછળ બોમ્બે હોટલ પાસે ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.ઝુબેર કુરેશી ઘરની બહાર બેઠો હતો, તે સમયે યુસુફઅલી સૈયદ નામનો યુવક ત્યાં આવ્યો હતો અને અગાઉ થયેલા બોલાચાલી ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી હુમલા કર્યા હતા. જેના કારણે ઝુબેર કુરેશીનું મોત થયું હતું.
  4. પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. આશ્રમ રોડ ઉપર આવેલી સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીરનુ હાજર કર્મી સાથે બોલાચાલી થતા જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે શખ્સ સાથે ઝપાઝપી કરીને છરીના ઘા માર્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો