A new news portal for Gujaratis of Mumbai city: મુંબઈ શહેરના ગુજરાતીઓ માટે નવું ન્યુઝ પોર્ટલ, ન્યુઝ કન્ટીન્યૂસ ડોટ કોમ

A new news portal for Gujaratis of Mumbai city: મુંબઈ શહેરની દરેક વાત હવે ગુજરાતી ભાષામાં. www.NewsContinuous.com

મુંબઈ,18 માર્ચ: A new news portal for Gujaratis of Mumbai city: મુંબઈ શહેરના ગુજરાતીઓની વાતને લોકો સુધી પહોંચાડવા માટે એક ન્યુઝ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મુંબઈ શહેરના તેમજ મહારાષ્ટ્રના સમાચારને લોકો સુધી પહોંચાડવા માટે 24 કલાક અને સાતેય દિવસ કામ કરશે. વરિષ્ઠ ટેલિવિઝન પત્રકાર મયુર પરીખ દ્વારા આ પોર્ટલના સંપાદક છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ગુજરાતીઓની સંખ્યા આશરે 18 લાખ છે. તેમજ બોલીવુડ, શેર બજાર, રાજનીતિ અને અન્ય ક્ષેત્રમાં ગુજરાતીઓ ટોચનું સ્થાન ધરાવે છે. આ તમામ લોકોની વાત તેમજ તેની સાથે જોડાયેલા વિષયો આ પોર્ટલ પર વાંચવા મળશે.

ન્યુઝ પોર્ટલ પાછળના ઉદ્દેશ્ય વિશે વાત કરતા પત્રકાર મયુર તરીકે કહ્યું કે મહારાષ્ટ્રના મુંબઈ શહેર ઉપરાંત સોલાપુર, નંદુરબાર, નાસિક, નાગપુર તેમજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે. આ તમામ ગુજરાતીઓના સમાચારોને પ્રાધાન્ય આપવા તેમજ સંકલિત કરીને લોકો સુધી પહોંચાડવા માટે મુંબઈ શહેરમાં ગુજરાતી ભાષાનું ન્યુઝ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

અમને વિશ્વાસ છે કે લોકોને આ પોર્ટલ પર પ્રસ્તુત થતા સમાચાર પસંદ પડશે. આજના સમયમાં જ્યારે લોકોને તત્કાળ માહિતી જોઈએ છે ત્યારે લોકોને આ માહિતી મોબાઈલના માધ્યમથી મળી રહે છે. આ કારણથી હવે મોબાઈલ જર્નાલિઝમના જમાનામાં વેબસાઈટ પર લોકોને સમાચાર વધુ ઝડપથી અને સુવિધાજનક રીતે મળી શકશે.

આ પણ વાંચો:-6G preparations start: 6Gની તૈયારીઓ શરૂ! સ્પીડ 5G કરતા 100 ગણી વધુ, શું સ્માર્ટફોનની દુનિયા ખત્મ થશે?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *