6G

6G preparations start: 6Gની તૈયારીઓ શરૂ! સ્પીડ 5G કરતા 100 ગણી વધુ, શું સ્માર્ટફોનની દુનિયા ખત્મ થશે?

6G preparations start: પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા 6જી વિઝન ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે. ભલે યુઝર્સ અત્યારે 4G અને 5G નેટવર્ક વિશે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ દેશે 6G માટે તૈયારી શરૂ કરી દીધી છે.

દિલ્હી, 24 માર્ચ: 6G preparations start: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ITU (ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. તેણે 6G વિઝન ડોક્યુમેન્ટ્સ સાથે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ પણ લોન્ચ કર્યા છે. આ સાથે તેમણે આ દસકને ભારતનું ટેક-એડ ગણાવ્યું છે.

આ સાથે પ્રશ્ન આવે છે કે 6G ટેસ્ટ બેડનો ફાયદો શું છે. વાસ્તવમાં, 6G ટેસ્ટ બેડની મદદથી, બિઝનેસ, એજ્યુકેશનલ ઇન્સટીટ્યુટ અને અન્ય પ્લેટફોર્મ આગામી ટેક્નોલોજી એટલે કે ડેવલપમેન્ટ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરી શકશે. 6G ટેસ્ટ બેડ દેશમાં ઈનોવેશનને કેપેબલ કરવામાં મદદ કરશે.

5Gની સરખામણીમાં 6Gની સ્પીડ ચોક્કસપણે વધશે, પરંતુ 6Gનો અર્થ માત્ર આ જ નથી. આ નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજી હશે. તમને ઝડપી ઇન્ટરનેટ સાથે સારી કનેક્ટિવિટી પણ મળશે. જો કે, આ ટેક્નોલોજી હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે.

સવાલ એ થાય છે કે જો ઝડપ વધશે તો કેટલી? 5G પર મહત્તમ સ્પીડ 10Gbps સુધી મેળવી શકાય છે, જ્યારે 6G નેટવર્ક પર તે 1Tbps સુધીની હશે. એટલે કે 6G પર તમને 5G કરતા 100 ગણી વધુ સ્પીડ મળશે.

આ સ્પીડનો અર્થ એ છે કે તમે એક જ ક્ષણમાં ઘણી બધું જ કોન્ટેન્ટ ડાઉનલોડ કરી શકો છો. બેસ્ટ ક્વોલિટીયુક્ત કન્ટેન્ટ જોવા માટે Netflix ને પ્રતિ કલાક 56GB ડેટાની જરૂર પડે છે. 6G ની ટોપની ઝડપે, તમે માત્ર એક સેકન્ડમાં બેસ્ટ ક્વોલિટીમાં 142 કલાક Netflix કન્ટેન્ટ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો:Mental health tips: માનસિક રીતે રહેવા માગો છો ફિટ અને એક્ટિવ? તરત આ આદતોને કહી દો Bye-Bye

6G આ દસકના અંત સુધીમાં એટલે કે 2030 સુધીમાં બિઝનેસની રીતે લોન્ચ કરવામાં આવશે અને ત્યાં સુધી ઘણું બદલાઈ શકે છે. નોકિયાના સીઈઓ અને પ્રેસિડેન્ટ પેક્કા માર્કે પણ આની આગાહી કરી હતી. તેણે ગયા વર્ષે કહ્યું હતું કે જ્યારે 6G આવશે, ત્યારે સ્માર્ટફોન સામાન્ય યુઝર ઇન્ટરફેસ નહીં હોય, બલ્કે આપણે ફોનનો ઉપયોગ અન્ય સ્વરૂપમાં કરીશું. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પણ આવી જ કેટલીક અટકળો લગાવી છે. તેઓ માને છે કે અમે ફોનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ટેટૂ તરીકે કરીશું. આવી ઘણી ટેક્નોલોજી પર પણ કામ ચાલી રહ્યું છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો