AAP oxygen chek

AAP vaccine awareness: આમ આદમી પાર્ટીનો અભિયાન,ઓક્સિજન લેવલ માપણી અને કોરોનાની રસી લેવા માટે જાગૃત કર્યા

AAP vaccine awareness: કુબેરનગર વોર્ડમાં 150 કરતા વધુ લોકોને વન ટુ વન કોરોનાની રસી માટે જાગૃત કર્યા

  • અમદાવાદના ઉત્તર ઝોન વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ઓક્સિજન લેવલ માપણી અને કોરોનાની રસી લેવા અભિયાન

અમદાવાદ , ૦૮ જૂન: AAP vaccine awareness: સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો મેળવી મોદીના ગુજરાતમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા આમ આદમી પાર્ટીએ કમર કસી દીધી છે.કોરોનાની રસી લેવા અને શરીરમાં ઓક્સિજન લેવલ માપણી માટે 8જૂન થી10મી સુધીનો અભિયાન શરૂ કરી સીધો છે.

Whatsapp Join Banner Guj

કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે જણાવ્યું, કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષમાં નોટ બંધી, પુલવામાં કાંડ,કાળો ધન પરત મેળવવા,ચીન બોર્ડર પર સૈનિકોની હત્યા અને કોરોનામાં અનાવડાટના કારણે લોકોમાં ભાજપ પાર્ટી પ્રત્યે અણગમો જોવા મળી રહ્યું છે.જયારે બીજી તરફ દિલ્હીમાં કેજરીવાલની સરકારના કામો અને દિલ્હી મોડેલ ગુજરાતમાં લાવવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઉત્તર ઝોનમાં કોરોનાની રસી લેવા માટે આમ આદમી પાર્ટી (AAP vaccine awareness) 8 જૂન થી10 જૂન સુધી દરેક વોર્ડમાં ઝુબેશ હાથ ધરી છે.આપ ના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ લોકોના ઓક્સિમીટર થી ઓક્સિજન લેવલની માપણી કરી રહ્યા છે. કોરોનાની રસી લેવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે. શહેરના કુબેરનગર વૉર્ડ, સાહિજપુર બોઘા,નરોડા,સરદારનગર,નિકોલ,ઠક્કર બાપા નગર અને અસારવા માં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ટેન્ટ લગાવી લોકોમાં જાગૃતિ લાવવા કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો…સગીરાના બળાત્કાર કરવાના આરોપમાં ટીવીના આ જાણીતા એક્ટકની ધરપકડ થઇ, ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કર્યુ એક્ટર(Pearl Puri)નું સમર્થ- વાંચો શું છે મામલો?

કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર, મહિલા પ્રમુખ આશાબેન થધણી અને મહિલા સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા સહિત કાર્યકરોએ 150 જેટલા લોકોનો ઓક્સિજન લેવલ માપી કોરોનાની રસી લેવા માટે સમજણ પુરી પાડી હતી. આ કાર્યક્રમ સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા, હસમુખભાઈ પટેલ ,શહેર પ્રમુખ જે.જે.મેવાડા,ઉત્તર ઝોન પ્રમુખ મનોજભાઈ દરજીએ કોરોનાની રસી લેવા લોકોમાં જાગૃતિ લાવવા (AAP vaccine awareness) આયોજન કર્યું છે.