kim jong un

કિમ જોંગ ઉન(kim jong un)નો એક નવો આદેશ: ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મળશે મૃત્યુની સજા

વર્લ્ડ ન્યૂઝ, 08 જૂનઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન(kim jong un) પોતાના નિર્ણયોને લઈ દુનિયાભરમાં જાણેતો છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો આદેશ બહાર પાડ્યો છે કે, ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મૃત્યુની સજા ફટકારવામાં આવશે. 

આ ઉપરાંત કિમ જોંગ ઉને(kim jong un) એવો આદેશ પણ આપ્યો છે કે જો કોઈ પાસેથી અમેરિકી, જાપાની અને દક્ષિણ કોરિયાના વીડિયો મળશે તો તેને પણ મૃત્યુની સજા સંભળાવવામાં આવશે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સરકારી મીડિયાને  તાજેતરમાં જ એક ચિઠ્ઠી લખી હતી. 

Whatsapp Join Banner Guj

દક્ષિણ કોરિયાના લોકોનું કહેવું છે કે, તાનાશાહ વિદેશી ભાષણો, હેરસ્ટાઈલ અને કપડાંઓને ખતરનાક ઝેર માને છે. તેમના મતે તાનાશાહ કિમ જોંગ ઉન ન(kim jong un) ઈચ્છતા કે તેમના નાગરિકો દક્ષિણ કોરિયાની ઝાકમઝોળ ભરેલી ટીવી સીરિયલ અને ફિલ્મો જુએ. કિમ જોંગ ઉન યુવાનોમાં ભય સર્જીને તેમના સપના ખતમ કરવા માંગે છે. કિમનું માનવું છે કે જો બીજા દેશની સંસ્કૃતિ તેના દેશમાં પહોંચી તો નાગરિકો તેના વિરૂદ્ધ ઉભા થઈ શકે છે. તેઓ તાનાશાહીનો વિરોધ પણ કરી શકે છે. 

આ નવા કાયદા પ્રમાણે જો કર્મચારી દોષી ઠેરવાય તો ફેક્ટરીના માલિકને સજા મળશે. જો કોઈ બાળક વિદેશી કપડા પહેરે કે વિદેશી હેર સ્ટાઈલ અપનાવે તો તેના માતા-પિતાને સજા આપવામાં આવશે. આ તરફ ઉત્તર કોરિયાના લોકો જાણવા માંગે છે કે બહારની દુનિયા કેવી દેખાય છે અને ત્યાં શું ચાલી રહ્યું છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો….

દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીની પ્રપૌત્રી(lata ramgobin) પર લાગ્યા ગંભીર આરોપ, કોર્ટે આપી 7 વર્ષની સજા- જાણો શું છે કારણ?