epfo logo

નોકરીયાત લોકોનું જલ્દી જ વધી જશે PF, વાંચો આ છે સરકારનો પ્લાન

નવી દિલ્હી, 08 જૂનઃ નોકરી કરતાં હોય તો જાણી લો કે જલ્દી જ તમારા PFમાં વધારો થવા જઇ રહ્યો છે. એટલે કે હાલ તમારુ જેટલુ PF કપાય છે હવે તેનાથી વધુ કપાશે. કેન્દ્ર સરકાર જલ્દી જ નવો લેબર કોડ લાગુ કરવા જઇ રહી છે. નવો લેબર કોડ લાગુ થયા બાદ કર્મચારીઓને ઇન હેન્ડ સેલરી ઓછી થઇ જશે અને PF વધી જશે. પહેલા આ કોડને 1 એપ્રિલ 2021ના રોજ લાગુ કરવાનો હતો પરંતુ કેટલાંક કારણોસર તેને ટાળી દેવામાં આવ્યું હતુ. હાલ સરકાર તેને આવનારા 2થી 3 મહિનામાં લાગુ કરી શકે છે.

નોંધનીય છે કે નવા લેબર કોડમાં કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં ઘટાડો થઇ જશે અને PF કંટ્રીબ્યૂશન વધી જશે. તેમાં ગ્રેચ્યુટી વધવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર એક વાર વેજ કોડ લાગુ થયા બાદ કર્મચારીઓના બેસિક પે અને પ્રોવિડેંટ ફંડની ગણતરી કરવાની રીતેમાં બદલાવ થશે.

PF

સરકાર જે 4 લેબર કોડ લાગુ કરવા પર વિચાર કરી રહી છે, તેમાં ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ, કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, ગેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન્સ કોડ અને સોશિયલ સિક્યોરિટી કોડ ઓન વેજેજ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, કે વેજ કોડ એક્ટ (Wage Code Act), 2019 અનુસાર હવે કોઇ પણ કંપનીમાં કર્મચારીની બેસિક સેલરી કંપનીના ખર્ચ (Cost To Company-CTC) ના 50 ટકાથી ઓછી ન હોઇ શકે. નવો કોડ લાગુ થઇ ગયા બાદ તમારી સીટીસીના 50 ટકા બેસિક સેલરી રૂપે મળશે. જો આવું થાય તો ભવિષ્ય નિધિ (Provident Fund) અને ગ્રેચ્યુટી (Gratuity) માં તમારુ યોગદાન વધી જશે. આ ઉપરાંત ન્યૂ વેજ કોડ લાગુ થવા પર બોનસ (bonuses), પેન્શન (pension), વાહન ભથ્થુ (conveyance allowance), મકાનનુ ભાડા ભથ્થુ (House Rent Allowance), આવાસ લાભ (housing benefits), ઓવરટાઇમ (overtime) વગેરે બહાર થઇ જશે.

મહત્વનું છે કે, નવા કોડમાં તમારી સેલરીમાં ફક્ત 3 ઘટક સામેલ કરવામાં આવશે. તેમાં પહેલુ છે બેસિક પે, બીજુ ડીએ અને ત્રીજુ retention payment કોંપોનેન્ટ હશે. જણાવી દઇએ કે બેસિક સેલરી સિવાય CTCમાં સામલે કરવામાં આવેલા કેટલાંક અન્ય ઘટક 50 ટકાથી વધુ ન હોય અને અન્ય અડધામાં બેસિક સેલરી હોવી જોઇએ.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

કિમ જોંગ ઉન(kim jong un)નો એક નવો આદેશ: ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મળશે મૃત્યુની સજા