ABVP ambaji new team

ABVP Ambaji Team announcement: એબીવીપી અંબાજી શાખાના નવીન ટીમની જાહેરાત કરાઇ

ABVP Ambaji Team announcement: એબીવીપી અંબાજી શાખાના યોજાયેલ નગર અભ્યાસવર્ગમાં નવીન ટીમની જાહેરાત કરાઇ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૩ જાન્યુઆરીઃ
ABVP Ambaji Team announcement: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જોકે સમગ્ર જીલ્લામાં એબીવીપીનો અભ્યાસ વર્ગ યોજી વિવિધ જવાબદારીઓ સોંપી વર્ષ દરમિયાન કામગીરી કરાય છે ત્યારે અંબાજી નગરનો અભ્યાસ વર્ગ ગતરોજ અંબાજી કોલેજ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો, જેમાં અંબાજી નગરમંત્રી તરીકે મંથન ભાઈ પટેલ, સહમંત્રી તરીકે નિકુંજભાઈ પટેલ અને સોનુબેન ખારોલ સહિત ની અન્ય વિવિધ જ્વાબદારીઓ સોંપી જ્યઘોષ સાથે નગર ઘોષણા કરાઈ હતી.

ABVP Ambaji Team announcement

આ પ્રસંગે અંબાજી શાખા પૂર્વ નગરમંત્રી અંકિત ખારોલ દ્વારા નવી જવાબદારી મેળવેલ નગરમંત્રી નું વિધાર્થી પરિષદ નો ખેસ પેરાવી ને શુભેચ્છાઓ પાડવામાં આવી હતી.સાથેજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના અંબાજી શાખા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો…Bulli Bai app: મુસ્લિમ મહિલાઓની નીલામીથી મચ્યો બબાલ, કેસ પણ નોંધાયો- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj